SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ વીર–પ્રવચન [ ૨૭૧ બહુવાર સામાયિક કરતાં રહેવું, એમાં અધ્યયન યાને જ્ઞાન-ધ્યાનનો જે શાંત યોગ પ્રાપ્ત થાય છે તેનો લાભ અવર્ણનીય છે. માત્ર નિયમિત ને સમજપૂર્વક યિા થવી ઘટે. આ વ્રત લેનારની શક્તિ પ્રમાણે સામાયિક કરવાનો નિયમ ગ્રહણ કરી શકાય છે. જ્યાં દરરોજ એક સામાયિક કરવાનો કિંવા તેથી વધુ કરવાનો નિયમ લઈ શકાય છે અથવા તે મહિનામાં અમુક અગર વર્ષે દિવસમાં આટલી સંખ્યામાં સામાયિક કરવા એવી પણ પ્રતિજ્ઞા લઈ શકાય છે. દિવસ રાત્રિના ચોવીસ કલાકમાં માત્ર અડતાળીશ મિનિટ સ્વાધ્યાય સારૂ કહાડવી એ વધુ તે નથીજ. અતિચાર-(૧) મનદુપ્રણિધાન-મનમાં કુવિકલ્પ ચિંતવવા કે દુષ્ટ રીતે તેને પ્રવર્તાવવું. (૨) વચનદુ:પ્રણિધાન-સાવદ્ય (પાપયુક્ત) વચન બોલવા કે દુષ્ટ વાણુને ઉપયોગ. (૩) કાયદુપ્રણિધાન-વારંવાર દેહને હલાવો, કે ઓશીંગણ દઈ બેસવું કિવા ઝોકાં ખાવા અથવા ઉંઘવું ઈત્યાદિ કાયાની માઠી ચેષ્ટાઓ કરવી. (૪) અનવસ્થા દેશ સામાયિક લીધેલ સમયથી પૂરા થતાં સમયે ન પારતા ઉતાવળથી વહેલું પારવું. ગમે તેમ લેવું-પારવું. (૫) સ્મૃતિ વિહિનતા-લીધાને સમય વિસરી જઈ વહેલું મોડું પારી દેવું, ઉપરાંત બત્રીશ દોષને ત્યાગ કરવા ૧૦ દિશાવકાશિક વ્રત--સાતમા વ્રતના ચૌદ નિયમનું અહીં સવાર-સાંજે ખાસ ઘારવાપણું છે એટલે છઠ્ઠા--સાતમા વ્રતના નિયમનું આ વ્રતમાં દિવસ પ્રત્યે વધારે કડક પાલન આદરવાપણું છે. એ સહજ રીતે થઈ શકે તે ખાતર દશ સામાયિક કરવાથી આ વ્રત પાલન કર્યું ગણાય છે. વિચાર કરતાં સહજ સમજાય તેમ છે કે દિવસ ભરના દશ સામાયિક એટલે માત્ર પૂજા--જમણ આદિના અમુક સમય ઉપરાંત માટે સમય સમભાવમાં વ્યતીત કરવો. વળી એ વેળ માત્ર એક ટંક ભોજન યાને એકાસન કરવાનું હોય છે. આથી ક્ષેત્રગમન અને ભોગપભેગના પરિમાણને સહજ સંક્ષેપ સિદ્ધ થાય છે આ. વ્રત પણ તિથિ મહિના કે વર્ષ આશ્રયી સ્વશક્તિ અનુસાર ગ્રહણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy