SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ ] વીર-પ્રવચન નિષ્કારણ થાય તેવી પ્રવૃત્તિ કરવી. ( ૩ ) પાપપદેશ-કેઈને પાપકારી ઉપદેશ દે (૪) અપધ્યાન–આતરૌદ્ર ધ્યાન ધ્યાવા. આ ચારમાં અનર્થોની પરંપરા સમાયેલી છે તે વિચારવી. અતિચાર-( ૧ ) કંદર્પ–કામ વિકાર વધે તેવી કુચેષ્ટા કરવી. (૨) કુકુઈએ-કામોત્પન્ન કરનારી વાર્તા કરવી. (૩) મેહરીએ યા મુખરતા-હાસ્યાદિક ચાળા કરવા. કેઈની ગુપ્ત વાત પ્રગટ કરવી અથવા અન્યને દુ:ખ થાય તેવું બેલિવું. (૪) સંજુત્તાહિગરણખપ કરતાં શસ્ત્ર પ્રમુખ અધિકરણ વધારે રાખવા. (૫) ભેગાતિ રાંતા–ભેગાપભેગમાં વપરાતી ચીજોમાં અતિશયતા ધરવી. છેલ્લા ચારને “શિક્ષાવત' તરિકે ઓળખવામાં આવે છે. અને નામ પ્રમાણે તેઓ શિક્ષા યાને શિખામણનું જ કાર્ય કરે છે. પૂર્વોક્ત આઠે વતનું આચરણ યથથ રીતે અને સમજપૂર્વક થાય છે કે કેમ એ જેવાના સાધનરૂપ આ વ્રત છે. આ ચાર વ્રતનું પાલન વારંવાર કરવાથી આત્મિક પ્રગતિ સાધી શકાય છે. ૯. સામાયિક વ્રત–મુહૂર્ત યાને બે ઘડી (૪૮ મિનિટ) સુધી સમભાવ દશામાં બેસી, સાવધ વ્યાપારને ત્યાગ કરી જ્યાં તે તત્ત્વ વિચારણા કરવી; કિંવા સ્વાધ્યાય યાને ધાર્મિક ગ્રંથનું–આત્મ ઉન્નત્તિકર પુસ્તકનું વાંચન કરવું તે સામાયિક. કહ્યું છે કે समता सर्व भूतेषु, संयम शुभ भावना । आर्तरौद्र परित्याग तहि सामायिक व्रतम् ॥ ભાવાર્થ-સર્વ જી પ્રત્યે સમતાભાવ યાને રાગદ્વેષરહિત પરિણામ. ઈન્દ્રિયો અને રોગ-કષાય આદિપર કાબુ. શુભ પરિણામ ધારવાપણું. આર્ત અને રૌદ્ર ધ્યાનરૂપ માઠી વિચારણા તજવાપણું એનું નામ સામાયિક એટલે બેઘડી સુધીનું સાધુપણું યાને અનગાર જીવનની વાનકી. પાચ ચારિત્રમાંનું પ્રથમ ચારિત્ર. જ્ઞાનદર્શનની વિશુધ્ધિપૂર્વક આ વ્રતને આદર પ્રાંતે અવશ્ય શીવપદની પ્રાપ્તિ કરાવે છે. તેથી તે પ્રભુશ્રી મહાવીર દેવે પુન્ય (પુણીયા) શ્રાવકનું સામાયિક વખાણ્યું છે. “સમજે સાવ શ્રમણ (સાધુ) જે શ્રાવક થાય છે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy