________________
વીર-પ્રવચન
[[ ૨૬
=
=
અતિચાર (૧) સચિત આહાર-સચિત વસ્તુ ખાવી. (૨) સચિત્ત પ્રતિબધ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ, આખી કેરી વી. (૩) અપકવ આહાર–બરાબર નહી પાકેલ વસ્તુ (૪) દુઃ૫કુવાહાર–બરાબર રીતે નહિ પાકેલી વસ્તુ જેમકે ક વી. (૫) તુછીષાધિ ભક્ષણ-ખાવામાં થોડું આવે અને નાંખી દેવામાં ઘણું આવે તેવી વસ્તુ. તેવી જ રીતે પંદર કર્માદાન સંબંધી અતિચાર સમજી લેવા કુલ ૨૦.
( ૮ ) અનર્થદંડ વિરમણ વ્રત–અર્થ–સ્વાર્થ, અનર્થ એટલે સ્વાર્થ વગર, દંડ કહેતાં દંડાવું–લેપાવું યા કર્મથી ઘેરાવું એનાથી વિરમણ એટલે પાછું વળવું. ઉદાહરણ તરિકે-કેઈને ફાંસી દેતા હોય ત્યાં જોવા ન જવું. પશુ પક્ષીઓને લડાવાના હોય વા નચાવાના હોય ત્યાં જેવા ઉભા ન રહેવું. કુતરા બિલાડા આદિ હિંસક જાનવર પાળવા નહિ. હાથી ઘોડાની રમત જેવી નહિ. ( સાઠમારી થાય છે તે ) પ્રાણીઓ પ્રત્યે જ્યાં કુરતા દેખાડાતી હોય ત્યાં પગ ન જવું. શત્ર-અસ્ત્ર પ્રમુખ ખપ ઉપરાંત રાખવા નહિં કે જેથી એના ઉપયોગ માટે વારંવાર બીજા માંગણું કરતા આવે. સેગઠાબાજી માં કંકરી મારવાના ઇરાદાથી તેમજ તેવા પ્રકારની અન્ય રમતો વા જુગારથી દૂર રહેવું. નાટક, ભવાયા-નાચ અને સીનેમા વારંવાર જવાનું વ્યસન રાખવું નહિ. ચાર વિકથાઓને ત્યાગ કરવા લસ રાખવું. આ ઉપરાંત તેવી જ અન્ય બાબતે કે જેમાં સ્વાર્થ સરવા જેવું તે હેય નહિ, અને કેવળ પ્રશંસા કે નિંદાથી દષાપતિ સંભવતી હોય અગર તે આપ લે કરતાં હિંસાદિન નિમિત્તભૂત થવાતું હેય તેથી અટકવું. ટૂંકમાં કહીયે તે આ વ્રતમાં સ્વાર્થ પૂરતી છુટ છે; છતાં એમાં જણાવાનું લક્ષ ચુકવાનું નથી અને એ ઉપરાંત એવા દેશયુક્ત સાધનેની છૂટે હાથે લહાણું કરતાં અટકવાનું છે; તેમજ ઉપયોગવંત રહેવાનું છે કે જેથી વખાણ વી. થી કર્મ ન લાગે.
એના મુખ્ય પ્રકાર-( ૧ ) હિંસાપ્રદાન-હિંસા થાય તેવી વસ્તુ આપવી. (૨) પ્રમાદાચરિત–પ્રમાદ વડે જેમાં કર્મ બંધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com