________________
૨૬૮ ]
વીર–પ્રવચન
હેય છે તે આ પ્રમાણે સચિતમાં નીચેના છ ભેદને સમાવેશ થાય છે. (૧) પૃથ્વીકાય-માટી, મીઠું, ઈ. વાપરવા સંબંધી નિયમ (૨) અપકાય—અમુક કુવા કે ટાંકા, વા નદીનું પાણી , (૩) તેઉકાયન્ચુલા, ભદ્દી અને ઘરનો નિયમ (૪) વાયુકાય-પંખા, હીંચકા વિ. નું પ્રમાણ (૫) વનસ્પતિકાય-શાક, ફળ, દાતણની સંખ્યા ધારવી (૬) ત્રસકાયની જાણું રાખવી ૧. સચિત વસ્તુ અમુક સંખ્યામાં વા અમુક વજન સુધી ખપે. ૨. દ્રવ્ય-જુદા જુદા સ્વાદનો અનુભવ કરાવનાર પદાર્થ અમુક ખપે. ૩. વિગઈ-(દુધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડા)માંથી ગમે તે એકને ત્યાગ. ૪. ઉપનહ-પગરખાં, મોજાં, બુટ અમુક સંખ્યામાં ખપે. ૫. તળ-પાન સેપારી પ્રમુખ મુખવાસનું પ્રમાણ બાંધવું. ૬. વસ્ત્ર-પહેરવા ઓઢવાની સંખ્યા નક્કી કરવી. ૭. કુસુમ-કુલ વી. સુંધવાના પદાર્થોની હદ બાંધવી. ૮. વાહન-ગાડી, ઘોડા, વહાણ, રેલ, ત્રામાં કે મેટરનો નિયમ કરવો. ૯. શયન–શયા, આસન, પાટ વિગેરેની સંખ્યા મુકરર કરવી. ૧૦. વિલેપન-શરીર પર ચોપડવાના પદાર્થોની સંખ્યા ધારવી. ૧૧. બ્રહ્મચર્ય-શીળ પાળવા સંબંધી નિયમ. દિવસનું કે અહેરાત્રી
- દિવસનું.' તે નિયત કરવું. ૧૨. દિશિગમન-ચારે દિશામાં કેટલા ગાઉ સુધી જવું તેનું પ્રમાણ ૧૩. સ્નાન-હંમેશ કેટલી દેગડીથી અથવા કેટલા શેર પાણીથી કરવું
અથવા કેટલીવાર કરવું તેનું પ્રમાણ ૧૪. ભજન-આહારનું માપ તેમજ પીવાના પાણીનું માપ નક્કી કરવું.
નેટ--આ નિયમ સવાર-સાંજ ધારવાના છે તેને હેતુ ઉપરોગ જાગ્રત કરવા અને આરંભ-સમારંભ ઓછા કરવાને છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat