________________
વર–પ્રવચન
[ ૨૬૭
માંસ. આ ચાર મહા વિગયમાં અસંખ્ય જીવોનું ઉપજવું ને નષ્ટ થવું ચાલુજ હોય છે. ૧૦ બરફ, ૧૧ કરો, ૧૨ વિષ (અફીણુ–સોમલ વછનાગ આદિ), ૧૩ સર્વ જાતિની કાચી માટી, ૧૪ રાત્રી ભોજન ૧૫ બહુ બીજવાળી વસ્તુઓ ખસખસ, અંજીર વી. ), ૧૬ બાળ અથાણું ૧૭ વિદળ કાચા (ઉષ્ણ કર્યા વિનાનાં દૂધ, દહી ને છાશની સાથે કોઈપણ પ્રકારનું કઠોળ, તેની દાળ, વા તેના બનેલા પદાર્થો ખાવા તે, ૧૮ વેંગણ (રીંગણ), ૧૯ અજાણ્યા ફળ–કુલ વિગેરે, ૨૦ તુષ્ઠફળ અણુબેર વિગેરે જેમાં ખાવાનું થવું, ફેંકી દેવાનું વિશેષ, ૨૧ ચલિતરસ-કાળવ્યતીત થયેલી અથવા તે પૂર્વે પણ જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ગયો હોય, બેસ્વાદ લાગતી હોય તેવી ચીજ. ૨૨ અનંતકાય–જેના એક શરીરમાં અનંતા છ હેાય છે તેવા સર્વ પ્રકારના ભૂમિકંદ ઈ. અનંતકાયના પણ બત્રીશ ભેદ થાય છે તે આ પ્રમાણે–૧ સુરકંદ, ૨ વજકંદ, ૩ લીલી હલદર, ૪ લીલુ આદુ, ૫ લીલા કચુરો, ૬ સતાવરી, ૭ હીરલીકંદ, ૮ કુંવાર, ૯ થર ૧૦ ગળો, ૧૧ લસણ, ૧૨ કારેલા (વારકારેલા), ૧૩ ગાજર, ૧૪ લેઢ, ૧૫ ગિરિકર્ણિકા, ૧૬ કુરના પાન, ૧૭ સરાવો, ૧૮ થેક, ૧૯ લીલીમાથ, ૨૦ લુણીની ભાજી, ૨૧ ખીલેડા, ૨૨ અમૃતવેલ, ૨૩ મુળાનાકંદ, ૨૪ ભૂમિફડા, ૨૫ નવા અંકુર, ૨૬ વાયુલાની ભાજી, ૨૭ પાળકાની ભાઇ, ૨૮ જવરવેલ, ૨૯ કાચી આમલી, ૩૦ કોમળ ફળ, ૩૧ રતાળુ ૩૨ પીંડાલ. ઉપરના પદાર્થો વાપરવાથી ત્રસાદિ છવાની વિરાધના થાય છે માટે તે સર્વ શ્રાવકે એ પ્રાયે કરી ત્યાગ કરવાની જરૂર છે. આ ઉપરાંત સાતમા વ્રતમાં (૧) પંચ તિથી કિંવા બાર તિર્ચિ. લીલેતરી ન ખાવી. (૨) આદ્રા નક્ષત્ર બેઠા પછી કેરી ન ખાવી. (૩) ફાગણ સુદ ૧૫ પછી ભાજી પાળે, ખજુર ન ખાવા. (૪) સૂકે મેવો પણ ત્યારથી અગર અક્ષાડ સુદ ૧૫ પછી ન ખાવો. (૫) કાયમ માટે ૨૫૫૦ વા ૭૫ નામે નક્કી કરેલી વનસ્પતિ સિવાય બીજી ન વાપરવી. આમ નિયમમાં પણ લઈ શકાય છે. ચૌદ નિયમ ધારવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com