________________
વીર–પ્રવચન
[ ૨૩૧
અગિઆરમું ગુણસ્થાન અધઃપતનનું સ્થાન છે; કારણ કે તેને પ્રાપ્ત કરનાર આત્મા આગળ ન વધતાં એકવાર તે અવસ્ય નીચે પડે છે.
બીજી શ્રેણિવાળા આત્માઓ મહિને ક્રમશઃ નિર્મૂળ કરતા કરતા છેવટે તેને સર્વથા નિર્મૂળ કરી નાખે છે. સર્વથા નિર્મૂળ કરી નાખવાની જે ઉચ્ચ ભૂમિકા તેજ બારમું ગુણસ્થાન છે. આ ગુણ
સ્થાનને પ્રાપ્ત કરવા સુધીમાં અર્થાત મેહને સર્વથા નિર્મૂળ ક્ય પહેલાં વચમાં નવમું અને દશમું ગુણસ્થાન પ્રાપ્ત કરવું પડે છે. આ રીતે જતાં પહેલી શ્રેણિવાળા હોય કે બીજી શ્રેણિવાળા હોય પણ એ બધાને નવમું દશમું ગુણસ્થાન પ્રાપ્ત કરવું પડે છે. ઉભયમાં અંતર એટલુંજ હોય છે કે પહેલી શ્રેણિવાળાઓ કરતાં બીજી વાળામાં આત્મશુદ્ધિ તેમજ આત્મબળ ઉચ્ચ પ્રકારનું હોય છે.
આધ્યાત્મિક વિશુદ્ધિ ઓછી હોવાથી પહેલી શ્રેણિવાળા દશમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી છેવટે અગિઆરમામાં મેહથી હારી નીચે પડે છે અને બીજી શ્રેણિવાળા તે વિશુદ્ધિ વધુ હોવાથી વિશેષ આત્મબળ પ્રકટ કરી મેહને સર્વથા નાશ કરી બારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લે છે.
જેમ અગિઆરમું ગુણસ્થાન અવસ્ય પુનરાવૃત્તિનું છે તેમજ બારમું ગુણસ્થાન અપુનરાવૃત્તિનું છે; એટલે કે અગિઆરમાં ગુણસ્થાનને પ્રાપ્ત થનાર આત્મા એકવાર અવસ્ય તેનાથી નીચે પડે છે અને બારમાને પ્રાપ્ત કરનાર તેનાથી કદી નીચે પડતો નથી બલ્ક ઉપરજ ચઢે છે. ઉપર કહેલ બને શ્રેણિવાળા આત્માઓની તરતમ ભાવાપન્ન આધ્યાત્મિક વિશુદ્ધિ જાણે કે પરમાત્મભાવરૂપ સર્વોચ્ચ ભૂમિકા ઉપર ચઢવાની બે નીસરણુઓ જ છે. જેમાંથી એકને જૈન શાસ્ત્રમાં ઉપસમગ્રેણિ અને બીજાને ક્ષપકશ્રેણિ કહેલ છે. પહેલી કાંઈક ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com