________________
૨૩૦ ]
વીર–પ્રવચન
ભાવી યુદ્ધ માટે કરવી જોઈતી તૈયારીની આ ભૂમિકાને આઠમું ગુણસ્થાન કહેવામાં આવે છે.
પહેલાં કદીએ ન થએલી એવી આત્મશુદ્ધિ આઠમા ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. જેના વડે કોઈ વિકાસગામી આત્મા મહિના સંસ્કારોના પ્રભાવને અનુક્રમે દબાવતે દબાવતો આગળ વધે છે તેમજ છેવટે તેને બિલકુલ શમાવી દે છે અને વિશિષ્ટ શુદ્ધિવાળો બીજે કઈ આત્મા એવો પણ મળી આવે છે કે જે મેહના સંસ્કારને ક્રમશઃ જડ મૂળથી ઉખેડત ઉખેડતે આગળ વધે છે અને છેવટે તે બધા સંસ્કારને સર્વથા નિર્મૂળ કરી નાખે છે. એ રીતે આઠમાં ગુણસ્થાનથી આગળ વધનાર અથોત અંતરાત્મભાવના વિકાસ દ્વારા પરમાત્મભાવરૂપ સર્વોપરિ ભૂમિકાની સમીપે પહોંચનાર આત્માઓ બે શ્રેણિમાં વહેંચાઈ જાય છે.
પ્રથમ શ્રેણિવાળા આત્માઓ તે એવા હોય છે, કે જેઓ એકવાર મેહને સર્વ પ્રકારે દબાવી તે દે છે; પરંતુ તેને નિર્મૂળ નથી કરી શક્તા. જેમ વરાળને વેગથી ઢાંકણ ઉંચે ચડે છે અને વેગ ઘટતાં નીચે પડે છે, અથવા તે જેમ રાખ નીચે દબાયેલે અગ્નિ પવનને ઝપાટે લાગતાં જ પિતાનું કામ કરવા માંડે છે, અથવા તે જેમ પાણીને તળીયે રહેલે મેલ ડે સેલ થતાંજ ઉપર આવી, પાણીને ગંદુ કરી નાખે છે તેમ પહેલાં દબાવી દેવામાં આવેલ મેહ આંતરિક યુદ્ધમાં થાકેલા એ પ્રથમ શ્રેણિવાળા આત્માઓને પિતાના બળથી નીચે પટકે છે. એકવાર સર્વથા દબાયા પછી પણ મોહ જે ભૂમિકાથી આત્માને હરાવી નીચે પાડી દે છે તેજ અગિયારમું ગુણસ્થાન છે. મેહને અનુક્રમે દબાવતાં દબાવતાં સર્વથા દબાવવા સુધીમાં ઉત્તરોત્તર વધારે વધારે વિશુદ્ધવાળી બે ભૂમિકાઓ અવસ્ય. પ્રાપ્ત કરવી પડે છે, જે નવમું તથા દશમું ગુણસ્થાન કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com