________________
વીર–પ્રવચન
[[૨૨૯
કલ્યાણ ઉપરાંત લોકકલ્યાણની ભાવના તેમજ તેને અનુકૂળ પ્રવૃત્તિ પણ થાય છે જેથી કોઈ કઈવાર થોડે ઘણો પ્રમાદ પણ થઈ જાય છે.
જે કે વિકાસગામી આત્માને પાંચમા ગુણસ્થાન કરતાં છઠ્ઠામાં સ્વરૂપનું પ્રકટીકરણ વિશેષ હોવાને લીધે આધ્યાત્મિક શાંતિ વધારેજ મળે છે છતાં વચ્ચે વચ્ચે અનેક પ્રમાદે શાંતિ મેળવવામાં તેને જે અડચણ નાંખે છે તેને તે સહન કરી શક્તો નથી. તેથી જ સર્વ વિરતિથી પ્રાપ્ત થતી શાંતિની સાથે અપ્રમાદથી થતી વિશિષ્ટ શાંતિને અનુભવ કરવાની પ્રબળ લાલસાથી પ્રેરાઈ તે વિકાસગામી આત્મા પ્રમાદને ત્યાગ કરે છે અને સ્વરૂપની અભિલાષા અનુકૂળ એવા મનન, ચિંતન સિવાય બીજી બધી પ્રવૃત્તિને તે ત્યાગ કરે છે. એજ “અપ્રમત્ત સંયત” નામનું સાતમું ગુણસ્થાન છે. એમાં એક બાજુ અપ્રમાદ જન્ય ઉત્કટ સુખનો અનુભવ આત્માને તે સ્થિતિમાં રહેવાને ઉત્તેજે છે અને બીજી બાજુ પ્રમાદજન્ય પૂર્વ વાસનાઓ તેને પિતાની તરફ ખેંચે છે. એ ખેંચતાણમાં વિકાસગામી આત્મા કેઈવાર પ્રમાદની તંદ્રા તો કઈવાર અપ્રમાદની જાગૃતિમાં અર્થાત છઠે અને સાતમે ગુણસ્થાને અનેકવાર પડે અને ચડે છે. જેમ વમળમાં પડેલું લાકડું કે વંટાળીએ ચડેલ તણખલું અહીં તહીં ચલાયમાન થાય છે તેજ પ્રકારે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વખતે વિકાસગામી આત્મા અસ્થિર થઈ જાય છે.
પ્રમાદની સાથે થનાર એ આંતરિક યુદ્ધ વખતે વિકાસગામી આત્મા જે પિતાનું ચારિત્રબળ વિશેષ પ્રકાશિત કરે તે પછી તે પ્રલોભનેને વટાવી વિશેષ અપ્રમત્તપણું પ્રાપ્ત કરી લે છે. એ અવસ્થા પ્રાપ્ત કરીને એવી શક્તિ વધારવાની તૈયારી કરે છે કે જેનાથી બાકી રહ્યાહ્યા બધા મેહને અંત આણું શકાય. મેહની સાથે થનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com