________________
૨૩૨ ]
વીર–પ્રવચન
ચડાવી પાડનારી અને બીજી તે ઉપર ચડાવનારીજ છે. પહેલી શ્રેણિયી પડનાર આત્મા આધ્યાત્મિક અધઃપતનદ્વારા ભલેને ઠેઠ પહેલા ગુણસ્થાન સુધી ચાલ્યે! જાય, પરન્તુ તેની તે અધઃપતિત સ્થિતિ કાયમ રહેતી નથી. ક્યારેક તે ક્યારેક તે તે ફરી બમણા બળથી અને અમણી સાવધાનીથી તૈયાર થઇને મેહ શત્રુની સામે થાય છે અને છેવટે બીજી શ્રેણિની યેાગ્યતા પ્રાપ્ત કરી મેહતા સથા ક્ષય કરી નાખે છે, વ્યવહારમાં અર્થાત્ આધિભૌતિક ક્ષેત્રમાં પણ જાવામાં આવે છે કે જે એકવાર હાર ખાય છે તેજ પૂરી તૈયારી કરીને પહેલાં પોતાને હરાવનાર શત્રુને ફરી હરાવી શકે છે.
પરમાત્મ ભાવનું સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં મુખ્ય બાધક માહજ છે. તેના નાશનેા આધાર અંતરાત્મ ભાવના વિશિષ્ટ વિકાસ ઉપર રહેલા છે. મેહતા સથા નાશ થતાંજ અન્ય કર્મ આવરણા ( ક્રાતિ કર્માં ) પ્રધાન સેનાપતિ મરાયા પછી અનુગામિ સૈનિકાની માફક એક સાથેજ છિન્ન ભિન્ન થઈ જાય છે. વિકાસગામિ આત્મા તરત જ પરમાત્મભાવનું પૂર્ણ આધ્યાત્મિક સ્વરાજ્ય પ્રાપ્ત કરી અર્થાત્ સચ્ચિદાનંદ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટાવી નિરતિશય જ્ઞાન, ચારિત્ર આદિની સંપત્તિ મેળવી લે છે તેમજ અનિચનીય સ્વાભાવિક સુખના અનુભવ કરે છે, જેમ પૂનમની રાતે સ્વચ્છ ચંદ્રની સંપૂર્ણ કળાએ પ્રકાશમાન થાય છે તેમ તે વખતે આત્માની ચેતના આદિ બધી મુખ્ય શક્તિએ પૂર્ણ વિકાસ પામે છે. એ ભૂમિકાને તેરમા ગુણસ્થાન તરિકે ઓળખવામાં આવે છે.
ત્યાં લાંબા વખત સુધી રહ્યા પછી આત્મા બળેલી દારડી સમાન બીજા આવરણાને અર્થાત્ અપ્રધાનભૂત અધાતિ કાંતે ઉડાવી ફેંકી દેવા માટે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુક્લ ધ્યાનરૂપ પવનના આશ્રય લને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારાને સર્વથા રાકી નાંખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com