________________
વીર-પ્રવચન
૧૫૫
૫૧. શ્રી મુનિસુંદરસૂરિ-સાત વર્ષ જેવી બાળવયે પ્રવજ્યાસ્વીકારી સ્વબુદ્ધિ પ્રગભતાથી પ્રગતિ સાધી તેઓશ્રી થોડા સમયમાં પ્રભાવશાળી સૂરિ તરીકેની ખ્યાતિ પામ્યા. જુદી જુદી વાટકીના ૧૦૮ શબ્દોને ઓળખી શકે તેવી તેમનામાં શક્તિ હતી. ઉપદેશ રત્નાકર, અધ્યાત્મક૯૫દમ જેવા સુંદર ગ્રંથની રચના કરી, ગિનીના ભયને હરનાર પણ તેઓ જ હતા. સ્વ વિદ્યા બળે શાસનપ્રભાવને કરવામાં તેઓએ ન્યુનતા જરા માત્ર દાખવી નથી. તેઓ સહસ્ત્ર અવધાન કરી શકતા એમ સાંભળવામાં આવ્યું છે. તેઓશ્રી કેરંટનગર સ્વર્ગે સિધાવ્યા. પર શ્રી રત્નશેખરસૂરિ તથા જયચંદ્રસૂરિ
શ્રી રત્નશેખરે શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધ-પ્રતિક્રમણ, આચાર પ્રદીપ આદિ ગ્રંથની રચના કરી છે. વળી દેવી વરદાનથી તેઓ સિદ્ધહસ્ત હતા. શ્રી જયચંદ્ર પ્રતિક્રમણ ગર્ભહેતુ વિ. ગ્રંથની રચના કરી છે.
૫૩ શ્રી લક્ષ્મીસાગરસૂરિ, સેમદેવસૂરિ સમયસૂરિ, લંકામતની ઉત્પત્તિ ગુજરાતમાં તેમના સમયમાં થઈ. અણહિલપુર પાનમાં લેકે નામાં સામાન્ય વણિક રહે. જે લીઆનું કામ કામ કરી આજીવિકા ચલાવતે. સાતવાર લેખન કાર્ય કર્યા પછી તેને હિસાબ કરવામાં આવતાં એકવાર સાડા સત્તર દોકડા ઓછા મલ્યા. શ્રાવકોએ સાધર્મી ભાઈ તરિકે એટલા ઓછાથી ચલાવી લેવા જણાવ્યું. ઉપરથી તે કંઈ ન બોલ્યા છતાં અંતરમાં દુભા. એવામાં એક સૈયદ લહીઆ સાથે તેની દોસ્તી થઈ એટલે ઉભય વચ્ચે ધર્મ ચર્ચા થવા લાગી. સૈયદના વાણુ વિલાસથી મૂર્તિપરથી તેની શ્રદ્ધા ઉઠી ગઈ તરતજ સાધુઓ સામે રોષે ભરાઈ મૂર્તિપૂજા વિરૂદ્ધ ઉપદેશ કરે શરૂ કર્યો. કહેવા લાગ્યો કે સિદ્ધાન્તમાં મૂર્તિપૂજા કહી નથી છતાં આ સાધુઓ. સાવા ઉપદેશ કરે છે. મુનિરાજેએ નંદીસૂત્ર પ્રમુખ આગમ ગ્રંથમાંથી દ્રષ્ટાન્ત ટાંકી તેને ઘણું સમજાવ્યો છતાં તે ન સમજ્યો એટલે તેને સંધ બહાર કરવામાં આવ્યો. તેને પણ જુદા જુદા સ્થળે ભ્રમણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com