________________
વીર-પ્રવચન
[ ૧૨૯
સામે મૂક્યાં. રજોહરણ ઉપરથી અને બૌદ્ધધર્મના ગ્રંથે જોઈ આચાર્યશ્રી પોતાના શિષ્ય યુગલના અવસાન સમાચાર સમજી ચૂક્યા. આવી કરપીણ રીતે તેમને મૃત્યુ પમાડનાર બૌદ્ધ ગુરૂ પ્રત્યે અસીમ ક્રોધ ઉપજે. ગ્રહસ્થ પાસે એક કડાઈમાં તેલ ભરાવી તેને અગ્નિ પર રખાવી. ઉપાશ્રયના દ્વાર બંધ કરાવી આમ્નાયપૂર્વક મંત્રનું આરાધન શરૂ કર્યું. મંત્રબળથી આકર્ષાયેલા બૌદ્ધ પરિવ્રાજક સમડીરૂ ઉકળતી કડાની આસપાસ ઉડવાને ચીચીયારી કરવા લાગ્યા. સૂરિ મંત્રેલી કાંકરી કપડામાં નાંખે એટલી જ વાર હતી. કાંકરીના અંદર પડવા સાથે શકુનિકામાંથી એકનું તેમાં પડી મરણને ભેટવાનું નિર્માણ થયું હતું. આ વાતની ચોતરફ જાણ થતા ગ્રહ દોડી આવ્યા, પણ ક્રોધાગ્નિમાં લીન બનેલા સૂરિએ કોઈનું પણ માન્યું નહિ. આખરે સાધ્વી યાકિનીશ્રીને બેલાવવા પડયા. તેમને આવી આચાર્યશ્રીને આ મહાન પાપથી અટકાવ્યા અને સમરાદિત્યની ગાથાઓ કહી શાંત પાડયા. સમજણપૂર્વક આવી ઘેર હિંસા એક શ્રાવકને પણ ન છાજે તો આપ જેવા પંચમહાવ્રત ધારીને એમાં પડવાપણું નજ હોય. વિદ્વાન શિનું મૃત્યુ જરૂર દુઃખે, છતાં ભવિતવ્યતા વિચારી તમ સરખા જ્ઞાની પુરૂષે સમતા ધરવી જોઈએ. આલેયણ પણ અજાણતા થયેલ દે સારૂ હોય છે, પણ આપ આ જાણીને કરે છે તેનું શું? માટે આપ એમાંથી પાછા હઠો. સૂરિજીનો ક્રોધ શાંત પડે. તરતજ મંત્રપ્રયાગ આટોપી લઈ સમડીઓ રૂપ આકર્ષેલા બૌદ્ધોને છુટા કર્યા અને પ્રાયશ્ચિત રૂપે એટલા કે રચવાની પ્રતિજ્ઞા લીધી.
પ્રાકૃત ગાથામાં ગુણસેન–અગ્નિશર્માનું ચરિત્ર વાંચતાં જ સૂરિ સુન્ની ક્રોધડીગ્રી ઉતરી ગઈ. માત્ર અગ્નિશર્માએ પ્રથમ ભાવમાં કરેલા ક્રોધથી નવ ભવ સુધી ક્રમશ: કેવી ઉતરતી દશામાં મૂકાઈ અને કેવી ગતિનું ભાજન થયે એ વાંચતાં જ આવેગ ઓસર્યો. સમતા હાજર થઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com