________________
વાન
૧૩૦]
વીર-પ્રવચન એ ઉપરથી વિસ્તૃત સમરાદિત્ય ચરિત્રની રચના કરી. વળી ૫૦ પચાશક, ૩૦ અષ્ટક, ૧૬ ષોડશ, બ્રહત આવશ્યક વૃત્તિ, પડદર્શન સમુચ્ચય, ધર્મબિન્દુ આદિ સંખ્યાબંધ ગ્રંથ પ્રકરણની કૃતિઓના જન્મદાતા થયા. ઉપરોક્ત બનાવ પછી તેઓશ્રીનું જીવન સાહિત્ય સેવામાં જ વ્યતીત થયું છે. જૈન દર્શનમાં તેમનું વચન ટંકશાળી ગણાય છે. જન શ્રુતિ એમ છે કે તેઓ પ્રતિજ્ઞા મુજબ ૧૪૪૦ કૃતિઓ કરી શક્યા ત્યાં અવસાન સમય આવી લાગે. - સંસાર દાવાની અકેક ગાથાને અકેક કૃતિ રૂપ ગણતા ત્રણ કૃતિ ઉમેરતાં ૧૪૪૩ ની સંખ્યા થઈ અને ચુંવાળીશમીનું આમૂલા લેલ ધુળિ વાળું પ્રથમ પદ ઉચ્ચારતાં જ આત્મા ઉડી ગયે. બાકીના ત્રણ પદની પૂર્તિ શ્રાવકેએ કરી. તેથી પ્રતિક્રમણમાં તે પદે શ્રાવકે મેટા સ્વરે બોલે છે. તેઓશ્રીની ઘણું કૃતિઓ આજે અદશ્ય થઈ ગઈ છે છતાં જે ઉપલબ્ધ છે તે ઉપરથી તેઓશ્રીની લખાણશૈલી માટે વિદ્વાનો પણ ઘડીભર મંત્રમુગ્ધ બની જાય છે.
તેઓશ્રી કૃત લલિતવિસ્તરા નામની ટીકા, અને તેમાં સમાવવામાં આવેલ તત્વ ચમત્કૃતિના પાનથી સિદ્ધર્ષિ નામના સાધુ કે જેઓ સાત સાત વાર જૈનમાંથી બૌદ્ધ સંપ્રદાયમાં ગયા હતા તેઓ જૈનધર્મમાં પાછા પડ્યા અને પૂર્ણતયા સ્થિર થયા. તેઓશ્રીએ
नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवर सूरये । मदर्थ निर्मिता येन वृति ललितविस्तरा ॥
ત્યારબાદ એ સિદ્ધર્ષિ મહાત્માએ ઉપમિતિભવપ્રપંચા નામ કથાની એવી સુંદર રીતે રચના કરી છે કે જે આજે જોતાં ધન્યવાદ વર્ષાવ્યા વિના ચાલે તેમ નથી. તેમાં કષાય વિષાય અને કર્મોને ભિન્ન ભિન્ન રૂપકે આપી વાર્તાને પ્રવાહ અખ્ખલિત વહેવડાવી સારાયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com