________________
૧૨૮]
વીર–પ્રવચન આનંદ થયો અને ચાદ્દવાદ માર્ગમાં રહેલી અદ્દભુતતા સમજાઈ કે અત્યાર લગી પતે જે જિનમૂર્તિની મશ્કરી કરતા હતા તેના દર્શન પ્રથમ સમભાવ દ્રષ્ટિએ કરતાં નીચેને શ્લોક બોલ્યા
वपुरेव तवाचष्टे भगवन् वीतरागम् । नहि कोटरसंस्थितेऽन्नौ, तरुर्भवति शाड्वलम् ॥
ગુરૂશ્રીએ યોગ્યતા અવધારી લઈ તેમને ટૂંક સમયમાં આચાર્ય પદથી વિભૂષિત કર્યા. ત્યારથી જેને ઈતિહાસના પાના પર શ્રી હરિભદ્રસૂરિ સંખ્યાબંધ ગ્રંથના રચયિતા તરિકે તરણીસમ પ્રકાશવા લાગ્યા. તેઓશ્રીના હંસ અને પરમહંસ નામે બે વિદ્વાન શિષ્ય બૌદ્ધધમાં ગુરૂઓ પાસે તે ધર્મનું રહસ્ય મેળવવા વેશે પહોંચી ગયા. કેટલાક કાળે શંકા પડવાથી બૌદ્ધાચાર્યે દાદર ચઢવાના સ્થાનમાં જીનમૂર્તિ ચિત્રાવી ઉભયની પરિક્ષા નિમિત્તે ખાનગી તપાસ કરવાની બાજી ગોઠવી. મૂર્તિ જોતાંજ ઉભય શિષ્યના રૂંવાડા ખડા થઈ ગયા. અંતરનું બહુમાન દર્શાવી ચાકથી તે પર જઈ જેવી રેખા કરી તેને ઓળંગી તેઓ ઉપર ચઢયા; છતાં મનમાં શંકા થઈ કે આચાર્યને આપણા જૈનત્વની શંકા થઈ લાગે છે માટે હવે અહીં રહેવું જોખમભર્યું છે. સમય સાધી ઉભયે ત્યાંથી ગુરુ સમિપ આવવા પ્રયાણ કર્યું.
પાછળથી બૌદ્ધાચાર્યને એ વાતની જાણ થતાં જ રાજાને ખબર આપી તેના માણસે દેડાવ્યા. હંસને તેઓએ માર્ગમાં હ. પણ પરમહંસ મહામહેનતે છટકી ભુગુકચ્છના શકુનિકા વિહાર સમીપ આવી પહોંચ્યા. સાથે લાવેલા ગ્રંથે ત્યાં મૂક્યા. દરમિયાન સૈન્ય આવી પહોંચ્યું અને એ હણાયા. કાર્ય પતાવી બૌદ્ધગુપનું સૈન્ય પાછુ ફર્યું. બીજી બાજુ એ પુસ્તક અને લેહીથી ખરડાયેલું રહણ દર્શનાર્થે આવેલા ગૃહસ્થે ઉપાડી જઈ સૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com