________________
૧૨૬]
વીર-પ્રવચન
જયદેવસૂરિ રણથંભેરમાં પદ્મપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરનાર તેમજ ભઠ્ઠી ક્ષત્રિયોને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવી જેને બનાવનાર. ૨૩. શ્રી દેવાનંદસૂરિ-સુથરી (કચ્છ)માં જેન અને શવ વચ્ચે વાદ - તેમના સમયમાં થશે. ૨૪. શ્રી વિક્રમરિ-ગુજરાતમાં, સરસ્વતી
નદીના તટપર આવેલા ખરસડી ગામમાં રહી બે માસન ચૌવિહાર તપ કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી. ગુરૂની આજ્ઞા મેળવી સમીપવર્તી પીપળાના સૂકા વૃક્ષને નવપલ્લવતિ કરી, ચમત્કાર દ્વારા જનવૃંદને આશ્ચર્ય પમાડી શાસન પ્રભાવના કરી. ૨૫. શ્રી નરસિંહસૂરિ–ઉમરીગઢ ભાદા વિગેરે નગરમાં અહિંસાને તલસ્પર્શી ઉપદેશ આપી નવરાત્રિમાં થતે જીવવધ બંધ કરાવ્યા.
૨૬. શ્રી સમુદ્રસૂરિજાતે ખમણ ક્ષત્રી, સંસારની અસારતા અવધારી સંયમી થયા. બહાડમેર, કોટડા આદિ સ્થળમાં ચામુંડાદેવીને નામે થતે જીવવધ દયાનું સ્વરૂપ સમજાવી અટકાવ્યો. અણહિલપત્તન ને વૈરાટ નગરમાં દિગંબર વાદીને છતી જય પ્રાપ્ત કર્યો. વિક્રમ સં. પર૫ માં શ્રી જીનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતકના કર્તા થયા. તે વેળાના છ યુગપ્રધાન નીચે મુજબ. ૧ નાગહસ્તિ, ૨ રેવતીમિત્ર, ૨ બ્રહ્મદ્વિપસૂરિ, નાગાર્જુન. ૫ ભૂતદિનસૂરિ. ૬ શ્રી કાલિકસૂરિ. એ કાલિકસૂરિએ વીર નિર્વાણા ૯૯૩ વર્ષે મતાંતરે ૯૮૦ વર્ષે આગમેને પુસ્તકારૂઢ કર્યા. શ્રી હરિભદ્રસુરિ–વિ. સં. ૫૪૫ વર્ષે યાકિની મહત્તરાસુનુ શ્રી હરિભદ્ર થયા. મગધ દેશના કમારીઆ ગામમાં જન્મ. ગેત્ર હરિભદ્રાયણ પરથી નામ હરિભદ્ર પડ્યું. વ્યાકરણદિ શાસ્ત્રો શીખી શાસ્ત્રવેત્તાનું બિરૂદ પામ્યા. વિદ્વતાની વાસ તરફ પ્રસરી રહી. ઘણાને વાદમાં જીતવાથી સામાન્યતઃ એ ગર્વ આવ્યો કે આટલી બધી વિદ્યાના ભારથી રખેને પેટ ફાટી જાય એટલા સારૂ પેટ પર પાટો બાંધવા લાગ્યા અને એ રીતે વિદ્યામદથી મત્ત બની વિજેતાનો ગર્વ ધરો શરૂ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com