________________
વીર-પ્રવચન
[ ૧૨૫
અને ૬૧ સ્તુતિ કરવાપૂર્વક દેવીને પ્રસન્ન કરી પુનઃ પૂર્ણ અંગવાળો બ. પ્રતિસ્પર્ધી મયુર પણ પાછો હઠે તેમ ન હતું. સૂર્યદેવ સન્મુખ બળતી ચિતાવાળી ખાઈમાં પડી વિલક્ષણ સ્તુતિ વડે સુવર્ણવણ શરીરે બહાર આવ્યું. આમ બંને પંડિતોના અજાયબીભર્યા વિદ્યાવિલાસોથી સર્વત્ર તેમની અને તેઓ શીવ મતાનુયાયી હોવાથી તે ધર્મની પ્રશંસા થવા લાગી. જેનદર્શનમાં આવા વિદ્વાન કેાઈ નથી. એવી વાત પણ બહાર આવી. રાજાને જૈનધર્મી કામદાર બોલી ઉઠયો કે સૂરિ માનતુંગ મહાવિધાનિધાન છે. ચમત્કારના રસિક રાજવીએ તેમને આમંત્રણ મોકલ્યું. વિહાર કરતાં તેઓ નગર સમીપ આવ્યા એટલે ભજનૃપની સભાના પંડિતોએ થીજેલા વૃતથી પૂર્ણ થાળ સામે મોકલ્યો. સુરિએ તેમાં સોય નાખી પાછો મોકલ્યો. એને મર્મ એવો હતો કે પંડિતોએ પરીક્ષા કરવા ઘીને થાળ મોકલી એવું સૂરિજીને પૂછ્યું હતું કે પંડિતથી ભરેલી આ નગરીમાં તમે કેવી રીતે પ્રવેશ કરી શકશે ? આચાર્ય સોય નાંખવા પૂર્વક સુચવ્યું હતું કે ઘીમાં સેય સમાઈ તે માફક હું એમાં ભળી જઈશ. આમ સૌના આનંદ વચ્ચે યુરિનું માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. એકદા ચમત્કાર માટે પ્રાર્થના થતાં સુરિજીએ સ્વશરીર પર અડતાળીશ તાળાવાળી મજબૂત બેડીઓ (નિગડ) નંખાવી જાતે એક ઓરડામાં પૂરાયા. બહાર પણ મજબૂત તાળું દેવરાવી તેઓશ્રીએ શ્રી યુગાદિનાથની
સ્તુતિ કરવા માંડી. સ્તુતિની પ્રત્યેક ગાથા પૂર્ણ થતાં નિગડ આપ. આપ તૂટવા લાગી. અને “આપાદ કંઠ મુરૂ શૃંખલ વેષ્ટિતાંગા” નામના પદ સાથે શરીર પરની નિગડ તેમજ ઓરડા પરનું તાળું ઉઘડી ગયાં. રાજા વિદ્વત્તાથી રાજી થયા ને વંદન કર્યું. આમ જેનધર્મની પ્રભાવના વિસ્તરી. સ્તુતિઓને એ સંગ્રહ એજ આજનું ભક્તામર સ્તોત્ર. ૨૧ શ્રી વિરસૂરિ–નાગપુરમાં શ્રીનેમિનાથના બિબની. પ્રતિષ્ઠા તેમના હસ્તે થઈ. તેઓશ્રીના સમયમાં વલ્લભીપુરનો નાશ થયો. વીર નિર્વાણ પછી ૮૪૫. વિક્રમ સં. ૪ર૧ વર્ષ. ૨૨ શ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com