________________
( ૩૫ ) ચાલુક્ય રાજા( વીરધવલ )ની રાજધાની( ધોળકા )માં વધાપન–મહાત્સવ થયા. ત્યાર પછી, આણેલું તે સ ધન, ચથાયાગ્ય સ્થાનમાં સ્થાપન કરીને તેજપાલ, ખંધુ (વસ્તુપાલ) સાથે ઉત્સવપૂર્વક પેાતાને ઘરે આવ્યે.
કૃતજ્ઞ રાજાએ( વીરધવલે ) અન્ય દિવસે મડલેશ્વર રાજાએથી શૈાલતી સભામાં વસ્તુપાલ
સન્માન
વિજયી વીરનું બંધુ સાથે સચિવાધીશ તેજપાલને બહુમાનપૂર્વક ખેલાવી પાંચે આંગા પર પ્રસાદ કરી કરાડ સાનૈયા સમર્પણ કર્યા. ત્યાર પછી રાજાએ તેજપાલના ગુણ્ણાની સ્તુતિ કરવા ઉત્તમ દ્વિજ કવીશ્વર સામેશ્વર ( ગુર્જરેશ્વર-પુરાહિત કીર્ત્તિકામુદ્દીકાર ) તરફ ષ્ટિ-સંચાર કર્યાં. તેથી તેણે પણ મનના ઉત્સાહપૂર્વક, ઉંચા હાથ કરીને તેના સાચા સદ્ગુણેાની સ્તુતિ ઉચ્ચારી—
“ કિચ્ચડથી દુ:ખે પાર ઉતરાય એવા, પાણીથી ભરેલા, સેંકડા ખાડાઓથી વ્યાપ્ત એવા મામાં, ગાડું હાંકનાર ખિન્ન થાય એવી સ્થિતિમાં, ભાર અતિ વિષમ હાય અને કાંઠા દૂર હાય—આવા ગહન પ્રસંગ( કષ્ટભર્યો સંકટ સમય )માં ભાર વહન કરવા માટે ધવલ (ઉત્તમ વૃષભ, વીરધવલ) સિવાય બીજો કાણુ સમર્થ થઇ શકે ? એ હું તર્જની(આંગળી) ઉંચી કરીને માટા શબ્દવડે કહું છું—પૂછું છું.
પેાતાના રાજા પ્રત્યે એકાંત ભક્ત ( પૂર્ણ વક઼ાદાર ) એવા તેજપાલ સુમંત્રીએ ઉષ્ટ કટકાથી વિકટ એવા ભૂમં ડલને સર્વ તરફથી સશુદ્ધ કરીને પૃથ્વીને ન્યાયવાળી કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com