________________
( ૩૪ ) ભૂમિ–સ્પર્શ કરતાં મહારાણા વીરધવલને પ્રણામ કર્યાં. તેજસ્વી મુખ—ચદ્ર ધારણ કરતા, હષૅવડે અમૃતરસ વર્ષાવતા મહારાણા ઉભા થઈ તેને ભેટ્યા. તેના પરાક્રમને સાંભળી ચમત્કાર પામેલા રાજાએ તેને જે સન્માન આપ્યું, તે કરાડા વચનદ્વારા પણ કહી શકાય નહિ.
સમસ્ત વિશ્વના દ્રોહ કરનારાઓમાં ધુરંધર, અતિપ્રચંડ ખાહુદંડના શૈાર્ય વડે વિકટ આકૃતિવાળા, તેવા પ્રકારની અવસ્થામાં (પાંજરામાં ધનમાં ) હાવા છતાં પણ દીનતાથી રહિત મુખદ્યુતિવાળા, ગાધ્રાના રાજાને જોઇ, ઉજજ્વલ યશવાળા રાજાએ( વીરધવલે ) અંત:કરણમાં વિચાર કર્યા કે—અહા ! ગાધ્રાના રાજાનુ શરીર કેવુ તેજોમય છે ? ત્રણ જગપુર જય મેળવવામાં લાલસાવાળુ તેનુ માહુ–પરાક્રમ કેટલું બધું ઉચ્ચ પ્રકારનું છે ?
માનીના માનભગ.
ત્યાર પછી, તે ઘૂઘુલે જ ભેટ કરેલ કાજળની ડબ્બી અને કાંચળી સાથે શેાલતી સાડી રાજાના આદેશથી, મજાનામાંથી મંગાવીને મહાન્ સચિવે( વસ્તુપાલે ) કુતૂહલથી સકળ રાજાઓના જોતજોતામાં ઘૂઘુલને પહેરાવી.૧ જયલક્ષ્મીની ક્રીડાથી શાથે તેવા તેના કઠપીઠ પર હઠથી બંધાયેલ અ ંજનગૃહ( મેશનુ ઘરૂ –ડબ્બી )તે વખતે શેલતું હતું. મડલાધીશ્વર ( ઘઘુલ )પાતાના તેવા માન–ભગ જોઇ, અત્યંત લજ્જિત થઈ પેાતાના દાંતાવડે જીભ ખંડિત કરીને તે જ વખતે પ્રાણત્યાગ કરીને પૃથ્વીમાં ચશઃશેષ થયેા( મરણ પામ્યા ).
૧ પ્રબંધકાશમાં જણાવ્યુ` છે કેવીરધવલે કાજળનું ધરૂ તેને ગળે બાંધ્યું અને વઢાએ તેને સાડી પહેરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com