________________
( ૩૩ ) શાસન કરી ચાલુક્ય ભૂપાલ(વરધવલ)ના શાસનને પ્રચંડ અલ–પરાક્રમવાળા પલ્લીપતિ રાજાઓના મસ્તક પર આભૂષણરૂપ કરાવ્યું હતું. ત્યાર પછી હાથીપર ચડાવેલા પાંજરામાં રહેલ ઘૂઘુલને
લોકેમાં દર્શાવતા, પ્રૌઢ પરિવારથી યુક્ત ધોળકામાં મંત્રી તેજપાલ ધોળકા પહોંચ્યા, પ્રવેશોત્સવ. ત્યારે ત્યાં પ્રત્યેક મંદિરમાં ઘણો મટે
ઉત્સવ પ્રવર્યો હતે. ઉચે બાંધેલી પતાકાઓ વડે ચતુષ્પથ(ચટા)ને શણગારવામાં આવ્યું હતું. વગાડાતાં મહાવાદ્યોવડે દિશાઓનાં મુખે વાચાળ બન્યાં હતાં. સામે આવેલા સમસ્ત રાજવવડે આગળ કરાચેલા, પૂજ્ય શ્વબંધુ(વસ્તુપાલ)વડે પણ ભારે સ્નેહથી પ્રીતિપૂર્વક આદર અપાયેલા, શેખ( ઝરૂખા )માં આરૂઢ થયેલી નગરની નારીઓનાં નેત્રને ઉત્સવ આપતા તેજપાલે જ્યેષ્ઠબંધુ( વસ્તુપાલ)ના ચરણ-કમલને નમન કર્યું. વસ્તુપાલ પણ, તે વખતે ભાઈને અધિક સ્નેહપૂર્વક ભેટ્યા. સત્કૃત્યની સ્થિતિ(ઉચિત કર્તવ્ય)માં કુશલ એવો તેજપાલ, વસ્તુપાલને આગળ કરીને આનંદિત થયેલા સ્વજને સાથે રાજમંદિરે પહોંચે.
નક્ષત્રો જેવા સદાચારી ભૂપાલી(સામંત રાજાઓ)વડે સેવાયેલા, ઉદય પામેલા ચંદ્ર જેવા શુભતા વરધવલ રાજા સામે મુક્તાફળે, ઘોડા, કરડે સેનૈયા વિગેરે વસ્તુ તથા દુર્યોધન જેવા ઉદ્ધત આકારવાળા, તેવા પ્રકારના ઘૂઘુલ રાજાને મૂકીને સર્વ સામત સાથે તેજપાલે પાંચ અંગે વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com