SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨). જે તે પણ પર્વત, પૃથ્વીને આધાર હોવાથી લેકમાં તીર્થ તરીકે કહેવાય છે તે તે જેનમંદિરથી પવિત્ર થઈને તેમ કહેવાય, તેમાં શું કહેવું? કહ્યું છે કે–“રેવતાચલ(ગિરનાર)નાં દર્શન કરતાં, શત્રુંજય ગિરિને નમન કરતાં, અષ્ટાપદ તીર્થનું સ્મરણ કરતાં, સમેતગિરિનું ધ્યાન કરતાં, પાવકાદ્રિ(પાવાગઢ) પર ચડતાં અને અબુદાચલ (આબૂ)ને પૂજતાં પવિત્ર ચિત્તવાળા મનુષ્યનું કરડે ભમાં કરેલું પાપ ક્ષય પામે છે.” પુણ્યલક્ષ્મીના પાત્રરૂપ તે જ મનુષ્ય, પૃથ્વીમાં કેવડે ગવાય છે, કે જે સદ્ભાવવાળો પુરુષ, પહેલાં તીર્થને અવતાર કરે. જેઓ આદરપૂર્વક જિનમંદિર કરાવે છે, તેમાં વિવિધ બિબે કરાવે છે અને ત્રણે જગમાં જયવંત એવાં તે બિંબને જેઓ પૂજે છે તે જ પ્રમેદ આપનારા પુણ્યપાત્ર છે” એમ વિચાર કરીને સુબુદ્ધિમાન તે મંત્રીએ (તેજપાલે) ત્યાં (પાવાગઢમાં) જગતને આશ્ચર્ય ઉપજાવે તે સર્વતોભદ્ર નામને આહંત પ્રાસાદ કરાવ્યો. સંપદાવડે ઈંદ્ર જેવા, પ્રતિષ્ઠિતેના પણ પૂજ્ય એવા તે મંત્રીએ (તેજપાલે) કેટલાક મહિના સુધી ત્યાં રહીને દુષ્ટોને ૧ કેટલાક લેખકોએ સર્વભદ્ર જણાવ્યું છે, તે બરાબર નથી. શિલ્પશાસ્ત્ર-વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં સર્વતોભદ્ર પ્રસાદને પરિચય મળે છે. આ વેતાંબર જૈનમંદિરની મૂર્તિને કેટલાક શ્વેતાંબર જેનેએ કારણસર કેટલાંક વર્ષોથી ત્યાંથી ઉપાડી લઈ વડોદરાના દાદાપાર્શ્વનાથના મંદિરમાં સ્થાપ્યા પછી પાવાગઢના ઉર્યક્ત છે. જૈનમંદિરને દિગંબર જૈનએ દિ. મંદિર કરી પિતાને આધીન અધિકારનું કરી લીધું હોય એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy