________________
( ૩૧ )
અપરિમિત દાનાવડે જે વિદ્વાનાની દુર્દશા ટાળતા હતા. ધર્મ ધુર ધરામાં અગ્રણી એવા તે મંત્રીએ તે ગિરીંદ્રના અદ્ભુત શાભા–સમૂહને જોતાં અંત:કરણમાં વિચાર કર્યો કે—
••
રાજાના સન્માનને પ્રાપ્ત કરીને જે મનુષ્ય, પેાતાના રાજસ ભાવને તજી હિતકારક ધર્મમાં મગ્ન થતા નથી; તે કૃતઘ્નને સુખ–સંપદાઓ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? કહ્યું છે કે- ધર્મ થી અશ્વ પ્રાપ્ત કરનાર જે મનુષ્ય, ધર્મને જ હણે; સ્વામિ-દ્રોહરૂપ પાતક કરનાર તે, ભવિષ્યમાં શુભ કેવી રીતે મેળવી શકે ? ' વિમલ ઉદયવાળા, ઇંદ્રને જીતે તેવા તેજવાળા વિમલમત્રીએ પ્રાઢ પ્રભુતાને પ્રાપ્ત કરીને જગતને આનંદ આપનારૂ, શ્રીઆદિજિનેશ્વરનું ઉંચું ચૈત્ય કરાવીને અર્બુદ ( આબૂ ) પર્વતને વિમલાચલ જેવા કર્યા.
અમરાને પણ આશ્ચર્ય કરનારા, પુણ્યાત્મા પાલિ મત્રીએ અખિકાના પ્રસાદથી જગ આહ્લાદ ઉપજાવે તેવા, નેમિનાથના પ્રાસાદના ઉદ્ધાર કરીને આરાસણ નામના પર્વતને રૈવત દેવત( ગિરનાર ) જેવા ઉચ્ચ કર્યો.
જગને જીવતદાન આપનારા કુમારપાલદેવે તાર ગપર્વતને, ચિત્રકૂટ( ચિત્તોડ ) પર્વતને, ઇલ (ઇડરગઢ) ગિરીશ્વરને, સુવર્ણ શિખર( સાનગિર-જાલેરગઢ )ને તથા પારકરપર્વ તને વસુધાના આધારભૂત તીરૂપ મનાવ્યા.
તેવી રીતે મ્હારે પણ આ પર્વત ( પાવાગઢ )ને અર્જુનું ચૈત્ય કરાવીને ભવરૂપી સાગરથી તરવાની ઇચ્છાવડે તીરૂપ કરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com