________________
(૨૪) દુર કરનારા, સૂર્ય જેવા તેજપાલને જેઈ સૂર્યકાંત જે શ્રીમાનું ઘડ્યુલ અધિક દીપવા લાગ્યા. ત્યાર પછી ઉત્સાહી મુખ–દીપ્તિવાળા તેજપાલ, મેઘની જેમ પ્રચંડ ગર્જના કરતાં મંડલેશ્વર( ઘૂઘુલ) પ્રત્યે બોલ્યા કે –“દુરાચારવાળા નરેના આધારી, ધરાને ભાર કરનારી સ્થિતિવાળા અનાત્મજ્ઞ! પોતાને ન સમજનાર હે રાજન! ચાલુક્યકુલમાં સૂર્ય જેવા, ગુજરાતના રાજા(વરધવલ)ને તેં જે હાથે અંજનગૃહ (મેશની ડબ્બી) વિગેરે ભેટશું કર્યું, તે પોતાને હાથ તું મને જલ્દી દર્શાવ.”
કાનને આમળનારા તે વચનને સાંભળીને સળગતા અગ્નિની જેમ રુષ્ટ થયેલે ઘૂઘુલ પણ બોલ્યા કે–શિષ્ટજને પ્રત્યે દ્વેષ કરનાર ! કૂટ-બુદ્ધિ-બલવડે ઉત્કટ ! સદા લાંચરૂપી માંસ ગ્રહણ કરવાવડે કલંકિત થયેલા રે રે ! પાપી ! પિતાની પૂર્વ અવસ્થાને શું ભૂલી જાય છે? એવી રીતે રાજાઓની અવજ્ઞા કરતાં નિચે તું જીવતે રહી શકીશ નહિ. સ્કુરાયમાન વૈરીઓ પાસેથી મેળવેલી જયલક્ષ્મીને ક્રીડા કરવાના મંદિર જે આ તે જ હાથ છે, પરંતુ તારા જેવા વાણિયારૂપી કીડાને વધ કરવામાં ખરેખર લાજે છે. સિંહને હરણ સાથે અથવા ગરુડને કાગડા સાથે; તેમ તારી સાથે મારી રણક્રીડા કીર્તિ માટે કે જયલક્ષ્મી માટે ન થઈ શકે.” ત્યાર પછી કેપવડે વિકરાળ બનેલા તે બંનેનું યુદ્ધ,
કિરાત અને અર્જુનની જેમ દે અને તેજપાલને દાનવોદ્વારા પણ દુઃખે જોઈ શકાય તેવું વિજય થયું. તે વખતે પ્રકટ પરાકમવાળા બીજા
વિરેએ પણ સ્વામીના કાર્યમાં ઉત્સુક થઈ એક બીજાને બેલાવી ચાગ પ્રમાણે યુદ્ધ કર્યું. ત્યાર પછી મંત્રિરાજે દિવ્યબલના ઉલ્લાસથી લીલાપૂર્વક ક્ષણવારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com