________________
( ૨૨ )
લજ્જા અને દાક્ષિણ્ય ધારણ કરનારા, શુદ્ધવશમાં ઉત્પન્ન થયેલા, ભુજ પરાક્રમવડે શેાભતા ૧રાજાએ( સામા)ને ઉદ્દેશી ખેલ્યા કે—“ વૃત્રાસુર જેવા ક્રૂર અને સાહસ સંપદાના પૂર જેવા આ ઘઘુલે દેવસેના જેવી આપણી સેનાને નસાડી મૂકી, તા આ સ્થાનમાંથી નાસતાં આપણી શી ગતિ થાય ? સજ્જને દુશ્મનાને પીઠ દેતા નથી અને પરનારીઆને વક્ષ:સ્થલ દેતા નથી. આ રણુ–સીમમાં અત્યારે કાઇ પણ શરણ નથી. તેથી અહિં મરવું અથવા જયલક્ષ્મીને વરવું એ જ યુક્ત છે. પૃથ્વીમાં અને શુદ્ધ પક્ષવાળા તે જ ક્ષત્રિયા પ્રશ ંસા કરવા ચેાગ્ય ગણાય છે, જે ધારા–( તરવારની ધારરૂપ ) તીર્થ માં અભિષિક્ત થયા છતા યશરૂપી ચંદનવડે ચર્ચિત થાય છે. પેાતાના રાજાના ઋણથી રહિત થઈને વિશ્વમાં અતિશય સૌભાગ્યવાળા તેએ દેવપણું પ્રાપ્ત કરીને દેવાંગનાઓથી પરવર્યા છતા હર્ષ પામે છે; અથવા રણ રંગમાં મ દ્વેષીઓના દેહના લાહીરૂપી કુંકુમાવડે ભૂષિત અંગવાળા થઈ વિજયલક્ષ્મીને સેવે છે. કહ્યુ છે કે—
"
યુદ્ધમાંથી પાછા ન ફરનારા, સ્વામિના કાર્યમાં મરનારા સેવકાને સ્વર્ગમાં અક્ષય વાસ અને ધરણીતલ પર કીર્તિ થાય છે.' સ્વામી માટે પ્રાણાને પરિત્યાગ કરનારા ઉત્તમ સેવકે તે ગતિને પ્રાપ્ત કરે છે; કે જે ગતિને યજ્વા ( યજ્ઞ કરનાર ) કે ચેાગીએ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આપણે અત્યારે આદરવાળા થઈને તેવા પ્રકારનું ઉચિત કરીએ, કે જે કર્તવ્યદ્વારા જગમાં જય મેળવનાર, અતિશય જ્યેષ્ઠ ગુજરદ્ર લાગે નહિ.”
૧ પ્રબંધકાષમાં છ રાજપૂતા સૂચવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com