SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) ગ્રહણ કર્યું નહિ, એથી ઉત્પન્ન થયેલી અધિક લજજાવડે મહારાણુ વીરધવલે મુખ-કમલ નીચું કર્યું (નીચે જોયું). તે વખતે, દુશ્મનને કંપાવનારા, બાહુબલવાન તેજપાલે પોતાના જ્યેષ્ઠ સહોદર( વસ્તુપાલ)ની વીર તેજપાલ અનુમતિથી તે બીડું ગ્રહણ કર્યું. એથી અધિક પ્રસન્ન થયેલા વરધવલે તેને પંચાંગ પ્રસાદ (પાંચે અંગનાં આભૂષણે) આપીને પોતાની સભામાં તેની પ્રશંસા કરી ઉચ્ચાર્યું કે-“ વિપત્તિમાંથી પૃથ્વીને ઉદ્ધાર કરનાર આવા વીરપુત્રોની માતા તે જ ખરી રીતે પુત્રવતી છે.” ત્યાર પછી રાજ્યનાં કાર્યોને વિચાર કરી, સૂર્ય–સમાન - પ્રભાવાળો (પ્રતાપી) મંત્રી (વસ્તુયુદ્ધની તૈયારી પાલ), પિતાના લઘુબંધુ (તેજપાલ) મંગલાચરણ સાથે પોતાના આવાસે આવ્યું. પ્રયાણ ની સામગ્રી માટે પોતાના ક્ષત્રિયને નિયુક્ત કરીને, શરીર-શુદ્ધિ માટે કલ્યાણવિધિપૂર્વક સ્નાન કરીને, પોતાના યશ જેવા, ધોયેલાં(ઉજજવલ) વસ્ત્રો પહેરીને, રત્નમય આભૂષણેથી વિભૂષિત થયેલા છે અને ઉત્તમ મંત્રીઓએ સંવર-સંયુક્ત થઈ ઉલૂસતી ભક્તિથી ઘર–મંદિરમાં જિનેશ્વરની અષ્ટપ્રકારી નિર્દોષ પૂજા કરી. ત્યાર પછી હર્ષિત અંત:કરણવાળા, પ્રકટ પ્રભાવડે દેદીમાન લાગતા ઇંદ્ર અને ઉપેદ્ર જેવા, સદાચારીઓમાં ધુરંધર એવા તે બંને મંત્રીશ્વરેએ સેંકડે રાજપૂતે સાથે પગે ચાલતાં, નગરના અલંકારરૂપ જિનમંદિરે આવીને શપૂજ્ય એવાં જિનબિંબની વિધિપૂર્વક વિવિધ પ્રકારે પૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy