________________
( ૧૧ ) રાજાએ અનુજ્ઞાત કરેલા, યથાયોગ્ય આસનને અલંકૃત કરી આ ભદ્દે મંત્રીને સંદેશો નિવેદિત કર્યો કે “રાજન ! સમસ્ત રાજાવડે સેવાતા, ગુજરાતના રાજેદ્ર વીરધવલ રાજા, મસ્તકપર અભિષેક કરવાની યેગ્યતાને ધારણ કરે છે. સત્યભામા(સત્ય તેજ લક્ષમી)થી યુક્ત, લીલામાત્રમાં બલિ–બલવાનેને બંધન કરનાર, યશ અને દયાવડે આનંદ ઉત્પન્ન કરનાર જે શ્રીમાન (વરધવલ) પુરુષોત્તમ છે (શ્રીકૃષ્ણના પક્ષમાં સત્યભામા, બલિ-બંધન, યશોદા અને લક્ષમી સંબંધી અર્થ પ્રસિદ્ધ છે).
જે (વરધવલ), યુદ્ધમાં બાવડે દુશમનને જલ્દી દીનિદ્રા (મરણ) આપીને, જયલક્ષમી સાથે, વૃદ્ધિ(વ્યાજ) સાથે જીવિત ગ્રહણ કરે છે. તેને સચિવાધીશ, ચક્રપાણિ (કૃષ્ણ)ને ઉદ્ધવ જે, ક્રુરતા પ્રજ્ઞા-વૈભવથી ભુવનમાં અદ્દભુત એ વસ્તુપાલ છે; તથા જગતને જીતનાર, બુદ્ધિબલવાન્ મંત્રી તેજપાલ, તે(વસ્તુપાલ)ને લઘુબંધુ છે. જેની પ્રેક્ષા–પ્રતિભાને પ્રાપ્ત કરવાને દેને ગુરુ બૃહસ્પતિ પણ ઈચ્છે છે. હે રાજન! આંતરિક પ્રીતિ ધારણ કરતા તે બને મંત્રીશ્વરેએ આપના હિતમાટે મહારા મુખદ્વારા એવી રીતે નિવેદન કર્યું છે કે “આપ, સર્વ રાજાઓની પંક્તિમાં ગુણવડે મણિ જેવા વિખ્યાત હોવા છતાં ધર્મ અને નીતિને નાશ કરનારું ઘોર કર્મ શા માટે કરે છે? તે અન્યાયને જલ્દી મૂકે, ન્યાયમાર્ગના મુસાફર થાઓ, કારણ કે અત્યુઝ પુણ્યનું અને અત્યુગ એવાં પાપનું ફળ આ લેકમાં જ મળે છે–એવું સ્મૃતિવચન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com