SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) સ્થાપન કરવામાં નિષ્ઠ એવા કવિના અંત:કરણની વૃત્તિ જેમ શ્રેષ્ઠ અર્થ–સમૂહને ગ્રહણ કરવામાં તત્પર હોય છે, તેમ તે (ઘૂઘુલ)ના અંત:કરણની વૃત્તિ પણ બીજાના દ્રવ્યસમૂહને ગ્રહણ કરવામાં સદા તત્પર રહેતી. જેના સર્વ પૂર્વજો ચાલુક્ય(સોલંકી) રાજાની આજ્ઞાને સર્વ પ્રકારનાં સુખ આપનારી સમજી, વશંવદ બની આનંદપૂર્વક શેષા ચડાવે તેમ મસ્તક પર ધારણ કરતા હતા, પરંતુ દુઃશાસન જે, અન્યાયી સુભટોને અગ્રેસર આ (ઘૂઘુલ), તે આજ્ઞાને પોતાના મસ્તક પર ધારણ કરતો ન હતો. રાજા(વરધવલ)ની આજ્ઞાથી એક વખતે મંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે પ્રકટ વચન મંત્રીઓને બેલનારા રેવંતદેવ નામના ભટ્ટને સંદેશા સંદેશ સાથે તેની તરફ મેક. બોલનારાઓમાં શ્રેષ્ઠ એવા એ ભદ્દે જલ્દી તેની રાજધાની (ગોધા)એ પહોંચી ઘુલ રાજાને આશીર્વાદ આપે કે – લક્ષ્મીને ભેટનાર ઉચ્ચ ભુજાવડે જેને પ્રચંડ મહિમા છે એ, મૂર્તિમાન વીરરસ, રાજાઓને ગુરુ(વડિલ), ગેધાને રાજા ઘૂઘુલ જ્યવંત હે, જે, ગુજરાતના રાજા અને માલવાના રાજા એ બંનેની વચ્ચે (સરહદમાં) ગુફામાં, અહંકારી શત્રુરૂપી હાથીઓને વિદારવામાં સમર્થ સિંહની જેમ ગાજે છે.” १ “मूर्तो वीररसः क्षितीश्वरगुरुर्जीयाजयश्रीपरि ___ध्वजोत्तुङ्गभुजाप्रचण्डमहिमा गोध्राधिपो घुघुलः । यः श्रीगौर्जरराज-मालवनृपद्वन्द्वान्तरे कन्दरे दृप्तारिद्विपकोटिपाटनपटुः पञ्चाननो गर्जति ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy