________________
( ૩ )
જઈ શકે છે કે–બીજાઓ પર ધર્મ–ઝનુનનો મિથ્યા આરેપ મૂકનારા લેખકે સ્વયમેવ કેટલો બધો ઉત્કટ ધર્મ-પ્રેમ (!ઝનૂન) કેળવ્યું છે? ઈતિહાસની અગમ્ય ફિલસૂકી ઉચ્ચારતા અપૂર્વ ઈતિહાસવેત્તાએ કેટલી બધી ન્યાયવૃત્તિ દર્શાવી છે! કેટલું બધું માધ્યચ્ચ જાળવ્યું છે? કેટલી સત્યપ્રિયતા સૂચિત કરી છે? એમ કરતાં સ્વદેશ–પ્રેમ કે સ્વદેશ–દ્રોહ દર્શાવ્યું છે? એ એતિહાસિક નામે ઓળખાતી ઈતિહાસ–વિનાશક નવલકથાઓ વાંચનારા અને સાચા ઈતિહાસને તુલનાત્મક બુદ્ધિથી જાણનારા જ સમજી શકે તેમ છે. જેન–સમાજ અને ધર્મ તરફ ભ્રમ વા અજ્ઞાન ફેલાવનારાઓ સામે જૈનધર્મપ્રકાશે સાચે પ્રકાશ આપવા અધી સદીમાં કેટલે અંશે પ્રયત્ન કર્યો છે? અથવા હવે તે પોતાની પ્રૌઢ અવસ્થામાં તે પ્રયત્ન કરી પોતાના નામને સાર્થક કરી કેવી રીતે દીપાવશે? અથવા જન–સમાજને સાચે પ્રકાશ આપવામાં તે કેટલે અંશે સફળ થશે–તે જોવાનું રહે છે.
ઉપર્યુક્ત મંત્રીશ્વરેના સંબંધમાં આ લેખકે “ગૂર્જરેશ્વરના મંત્રીશ્વરે” નામના નિબંધમાં ઐતિહાસિક દષ્ટિએ સ્વલ્પ પ્રયત્ન કરેલો હોવાથી અહિં માત્ર પિોરવાડ વણિક સુપ્રસિદ્ધ જૈન મંત્રીશ્વર વસ્તુપાલના અનુજ સહોદર ક્ષાત્રતેજ ધરનાર તિધર વાર મંત્રી તેજપાલની એક તેજસ્વી એતિહાસિક વિજય-કથા રજુ કરવા ઈચ્છા છે. જે પરથી “વનરાજ ચાવડે” જેવી નવલકથામાં “શૂરવીર અને શ્રાવક” જેવાં પ્રકરણ દ્વારા શ્રાવક જૈન સમાજ તરફ કરાયેલે નિંદ્ય આક્ષેપ કેટલે અનુચિત અને અસ્થાને હતો એ પણ સમજી શકાશે. | વિક્રમની તેરમી સદીના છેલ્લા ચરણમાં–વિ. સં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com