________________
(૪ ) ૧ર૭૬થી ૧ર સુધી મંત્રીશ્વર વસ્તુપાલની તથા વિ. સં. ૧૩૦૪ સુધી તેના લઘુબંધુ તેજપાલની અસાધારણ સેવાનું સદભાગ્ય ગુજરાતને મળ્યું હતું. એ મંત્રીશ્વરેના સુપુત્રો જયંતસિંહ અને લાવણ્યસિંહ વિગેરેની સેવા પણ તેમાં સંમિશ્રિત થયેલી હતી. ગુજરાતના એ સપૂત વફાદાર બહાદૂર અને દાનવીર ધર્મનિષ્ઠ મંત્રીશ્વરેના સદ્દગુણભર્યા સક્તવ્યમય ઇતિહાસને-સાચા સંપૂર્ણ જીવન-ચરિત્રને આલેખવું-એ એક અસાધારણ કાર્ય છે. એમનાં જીવનનું કંઈક દિગદર્શન એમના સમકાલીન અને નિકટવતી અનેક કવીશ્વરેએ વિશ્વસનીયરૂપમાં સં. અને પ્રા.માં તથા પ્રા. ગ. માં, ગદ્યમાં અને પદ્યમાં ગ્રથિત કરેલું છે જે અનેક ગ્રંથામાં, પ્રશસ્તિમાં અને શિલાલેખમાં સદભાગ્યે હાલ પણ ઉપલબ્ધ થાય છે. તેને સુવ્યવસ્થિત, સુસંકલિત, સુસંબદ્ધ કરવામાં સુપ્રતિભા સાથે વિશિષ્ટ પરિશ્રમ અને અવકાશ જોઈએ. આ લેખકે આઠેક વર્ષ ઉપર “વિરમંત્રી વસ્તુપાલને ધર્મપ્રેમ” (જેન ૧૯૨૬ મે)માં તથા “સિદ્ધરાજ અને જેને” (જેના ૧૯૨૭ મે) નામના લેખમાં પ્રસંગવશાત ઉપર્યુક્ત મંત્રીશ્વર વસ્તુપાલ સંબંધમાં તથા તેમની કીર્તિ વિસ્તારનારા કવિઓની કૃતિની નામાવલી તરફ અંગુલિનિર્દેશ કર્યો હતે. અહીં માત્ર તેજપાલની એક શેર્યકથા દર્શાવવા પૂરતો પ્રયત્ન છે.
મંત્રીશ્વરનાં સ્મારકો. મંત્રીશ્વર તેજપાલે કેટલાંક ચિરસ્થાયી વિશિષ્ટ સ્મારક
કરાવ્યાં હતાં–તેમાંનાં કેટલાંક અદ્યાપિ ગિરનારમાં વિદ્યમાન પણ છે. મુખ્ય આ પ્રમાણે
જાણવામાં આવ્યાં છે તેણે ગિરનારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com