SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સોરઠ, ગુજરાત, મારવાડ( રાજપૂતાના ), માળવા, મેવાડ અને દિલ્લી જેવા વિસ્તૃત દેશનાં ઉપસંહાર મહારાજ્યની સ્થાપના, વૃદ્ધિ અને ઉન્નતિ-પ્રગતિ કરવામાં વર્ષો પર્યા ઉચ્ચ રાજ્યાધિકારીરૂપે તથા અન્યાન્ય પ્રકારે કિંમતી ફાળે આપનાર, ચાવડા, સોલંકી અને ચૈહાણ જેવા રજપૂત રાજવંશોને જ નહિ, મુસલમાન, મેગલ પાતશાહને અને છેવટે બ્રિટીશ સામ્રાજ્યના સૂત્રધારેને પણ ઉચ્ચ પ્રકારની સહાયતા–સેવા સમર્પનારા સંગ્રહસ્થાથી; તથા ધર્મ અને નીતિના પવિત્ર માગે પ્રેરનારા પ્રભાવશાલી, સગુણ સંશ્ચરિત્ર વિદ્વાન ધર્મોપદેશક ગુરુએથી ગૌરવશાલી થયેલ છે. જેનસમાજ, વસ્તુપાલ, તેજપાલ જેવા પિતાના પૂર્વજોના વિજય-સ્મારકના ભૂલાઈ ગયેલા પ્રામાણિક ઈતિહાસને વાંચે, વિચારે, સમજે. તેણે પ્રમાદથી, ભયથી, બેદરકારીથી અથવા અન્યાન્ય કારણેથી કેટલું ગુમાવ્યું ? કઈ રીતે ગુમાવ્યું? ક્ષુદ્ર આંતર કલહથી, અને પ્રમાદોથી થયેલી તેની નિર્બલતાને લાભ લઈ બીજાઓએ ક્રમશ: કેવી યુક્તિ પ્રયુક્તિથી આક્રમણે કર્યો? એ ગંભીર ઈતિહાસને સમજવા શક્તિમાન થાય, સાવધાન થાય અને જાગૃત થઈ પિતાના પૂર્વજોના સગુણેને અને ગેરવભર્યું સ્મારકને સંરક્ષવા તત્પરતા દર્શાવે, તે આ પરિશ્રમ સફલ થયે માનીશું. –લા, લ, ગાંધી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy