________________
ઘણાં દેવાલયના અવશેષો હેવાનું પણ સૂચન છે. ચાંપાનેર અને પાવાગઢને ભૌગોલિક આવશ્યક પરિચય, ઈ. એ. ૧૮૮૦ ના વૈ. ૯, પૃ. ૨૨૧ માં પ્રકટ થયેલ છે. જેમ્સ કેમ્પબેલ સાહેબના અંગ્રેજી ગેઝિટ્ટીઅર ગ્રંથોના
સારરૂપે કવિ નર્મદાશંકરે મુંબઈ અર્વાચીન સરકારના હુકમથી તૈયાર કરેલ ગૂજરાત ઉલ્લેખ સર્વસંગ્રહ( મુંબઈ ઇલાકાના સરકારી
કેળવણી ખાતા તરફથી સન ૧૮૮૭ માં પ્રકટ થયેલ પૃ. ૪૬૫ થી ૪૬૮)માં ચાંપાનેરને પરિચય આપે છે. તેમાંથી સાર ભાગ નીચે દર્શાવવામાં આવે છે –
પાવાગઢની ઈશાન કેણ તરફ મલેક ઉપર, વાદરાથી પૂર્વમાં પચીસેક મેલ ઉપર અને ગોધરાની દક્ષિણે ૪૨ મેલ ઉપર ચાંપાનેર સૂચવેલ છે.
હાલમાં ત્યાં જૂજ ભીલ તથા નાયકડા રહે છે. બાકી ઉજડ. આગળ નામાંકિત શહેર હતું. વનરાજના સમયમાં ચાંપા(વાણિયે કે કણબી)એ ચાંપાનેર વસાવ્યું. ૧૧માં સેકામાં રામગોડ તુવાર પાવાપતિ હતું, પણ એ અણહિલવાડ પાટણને મંડલેશ્વર હશે. ચાંપાનેર, અનહિલવાડ રાજ્યને પૂર્વ ભાગમાં જબરે કિલ્લો ગણાતે હતે. અલાઉદ્દીને પાટણ પર આક્રમણ કર્યા પછી ચહાણ રજપૂત
૧ વિશ્વામિત્રી નદીનું ઉદગમસ્થાન, વડોદરાથી ૨૮ માઈલ પૂર્વમાં, સમુદ્રસપાટીથી ૨૮૦૦ ફીટ ઉચો અગમ્ય દુર્ગ છે. ૩ કેસ ઉંચાઈમાં અને ૧૨ કેશ ઘેરાવામાં.
૨ ફાર્બસ સાહેબની રાસમાળા( ગૂ. ભા. પૃ. ૪૦)માં શુરવીર મહામાત્ય જબ વણિકને જ ચાપા તરીકે સૂચવેલ છે.
૩ વિ. સં. ૧૫૧૨ માં કવિ પદ્મનાભે રચેલા કાન્હડદે પ્રબંધ [ શ્રીયુત ડો. પી. દેરાસરી બેરીસ્ટર મહાશય દ્વારા સં. ખં. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com