________________
૩૦
કશાહે અટકાવ્યા અને પોતાની લઘુતા દર્શાવી. બારશાહે કરમાશાહને શ્રેષ્ઠ વસ્ત્રો, આભૂષણે, પાનબીડું વિગેરે આપી, સન્માન કરી આવાસ અપાવ્યા.
કરમાશાહ દેવ-ગુરુને નમન કરી, યાચકને ઘણું ધન આપી મહોત્સવ પૂર્વક રાજાએ આપેલા આવાસે રહ્યા હતા. તે શ્રીમાન ત્યાં રહેલા સમધીરગણિ પાસે ધર્મોપદેશ સાંભળતા હતા અને હંમેશાં આવશ્યકાદિ કૃત્ય કરતા હતા. x x બાધરશાહે એક દિવસે તુષ્ટ થઈને કહ્યું કે હે મિત્ર! હું તારું પ્રિય શું કરું? મહારા મનની પ્રીતિ માટે આ(રાજય)માંથી સમૃદ્ધ દેશ વિગેરે કંઈક ગ્રહણ કર.”
શત્રુંજયને ઉદ્ધાર કરવા ચાહતા કર્મશાહે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે –“આપની પ્રસન્નતાથી મહારે સઘળું છે, માત્ર એટલું જ ઈચ્છું છું કે શત્રુંજય પર્વતપર હારે વિશાલ ગાત્રદેવી સ્થાપવી છે, એ માટે આજ્ઞા આપે. જે માટે આપે પહેલાં ચિત્રકૂટ( ચિત્તોડ)માં પણ સ્વીકારેલું છે, તે વચન પાળવાને સમય અત્યારે ઉપસ્થિત થયેલ છે. એ પછી પાતશાહે રુચિ પ્રમાણે કરવા ફરમાવી નિર્વિદન કાર્ય– સિદ્ધિ માટે શાસનપત્ર(ફરમાન) આપ્યું. જે પછી વિ. સં. ૧૫૮૭ ચૈત્ર(ગુ. વૈ.) વ. ૬ રવિવારે મહોત્સવપૂર્વક શત્રુંજય તીર્થને ઉદ્ધાર થયે. ઉ. વિનયમંડનની સાહાયથી ભટ્ટારક વિદ્યામંડનસૂરિએ મૂલનાયક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. એ જ સમયમાં રચાયેલ ઈષ્ટાર્થસાધક શત્રુંજય
૧ આ પ્રબંધ સાક્ષર શ્રીયુત જિનવિજયજીથી ઐ. સાર, ઉપઘાતાદિથી વિભૂષિત સંપાદિત થઈ, વડોદરાના સ્વ. શ્રીમાન ઝવેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com