SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આબ, રાણપુર વિગેરેમાં યાત્રા કરી વેલ્લાકે આચાર્યશ્રીને સુવર્ણ વિગેરે નાણાંથી વધાવ્યા હતા અને સાથેના ૩૦૦ સંયને વેષ-વસ્ત્રાદિ પહેરામણીથી સત્કૃત કર્યા હતા. અને “તે જ સંઘવીએ તે વખતે એ જ આચાર્ય દ્વારા સેમસાગરગણિને વિબુધ(૫)પદ અપાવ્યું હતું. પાવકશેલ(પાવાગઢ) પર રહેલા શંભવનાથને પ્રણામ કર્યા પછી હદયમાં શાંતિ પામતા તે સંઘવીઓ માળવા દેશમાં પોતાના સ્થાને પહોંચ્યા હતા. ”—એવો ઉલ્લેખ, વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ રચેલા ગુરુગુણરત્નાકર કાવ્યમાં મળે છે. વિ. સં. ૧૫૦૮ માં વૈ. વ. ૧૩ પ્રાગ્વાટ સાલે તપાગચ્છના રત્નશેખરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી ૨૪ પ્રતિમાઓમાંથી બબ્બે પ્રતિમાઓ ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્થાપી હતી, તેમાંથી બે પ્રતિમા ચંપકમેરુ( ચાંપાનેર )માં પણ સ્થાપી હતી [ જુઓ જિન વિ. પ્રાચીન જેનલેખ–સંગ્રહ ભા. ૨, લે. ૩૭૨ ] વિ. સં. ૧૫૧૭ માં ભેજ-પ્રબંધ વિગેરે રચનાર રત્નમંદિરમણિએ ઉપદેશતરંગિણું [ ય. વિ. ચં. પૃ. ૬ ] માં પુરુષપ્રવર્તિત તીર્થો જીરાપલ્લી, ફલવર્ધિ, કલિકુંડ, કર્કટેશ્વર, પાવક, આરાસણ, સંખેવર, ચારૂપ વિગેરે સૂચવતાં પ્રસ્તુત પાવાગઢને પણ પાવક શબ્દ દ્વારા સૂચવેલ છે. १ “ तेनैव सोमसागरगणेस्तदा यैरदायि विबुधपदम् । पावकशैले सम्भवनाथमथानम्य सङ्घशाः ॥ हृदि निवृतिमन्तस्ते मालवनीति निजालयानापुः ॥" –ગુરુગુણરત્નાકર કાવ્ય [ સર્ગ ૩, પદ્ય ૯૧-૯૩ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy