________________
06 89 સ્મરણાંજલિ
ESOMOSoosco " अघटितघटितानि घटयति सुघटितघटितानि जर्जरीकुरुते । વિધિ તાનિ વદતિ ચાનિ પુમાન નૈવ વિન્તરિ . ”
વિધિની વિચિત્ર ઘટનાથી સુઘટિત થયેલાં સ્નેહીઓ અઘટિત રીતે વિઘટિત થાય, ત્યારે વિદ્યમાન વિવેકી સનેહી, તેનું મધુર કિવા કરણ સ્મરણ શબ્દો દ્વારા શું વ્યક્ત કરી શકે છે ? તેમ છતાં, ભારતવર્ષના આર્ય સજ્જનોએ અને સન્નારીઓએ પોતાનાં સ્નેહીઓનાં સંસ્મરણો અનેક રીતે કર્યા છે. તેમના સ્મરણાર્થે તથા શ્રેય, પુણ્ય અને યશવૃદ્ધિ માટે દાનાદિ અનેક સત્કર્તવ્ય કર્યા છે, અનેક ચિત્રો, પ્રતિમાઓ, મૂર્તિયે, મંદિરે જેવાં સ્મારકે કરાવ્યાં છે. પવિત્ર પુસ્તકે રચાવ્યાં છે, લખાવ્યાં છે. તેમના અવિનાશી યશોદેહની રક્ષા કરી તેમને અમર બનાવવા શક્ય પ્રયત્ન અવશ્ય કર્યા છે.
પ્રસ્તુત વીર મંત્રીશ્વર તેજપાલે પિતાના સમસ્ત નેહી સંબંધી કુટુંબ–પરિવાર અને ઉપકારી સજજનોનાં અપૂર્વ અદ્દભુત સ્મારકે કરાવ્યાં હતાં, તેમાં તેની પત્ની અનુપમાનું પણ વિશિષ્ટ સંસ્મરણ છે. અનુપમ સદગુણ-શીલશાલિની, સત્કર્તવ્યમાં પ્રેરનારી, સદ્દધર્મનિષ્ઠ, સાક્ષાત લક્ષ્મી જેવી અનુપમાના સ્મરણાર્થે શ્રી શત્રુંજયમાં
१ " तेजःपाल इति प्रधाननिवहेष्वेकश्च मन्त्रीश्वरस्तजायाऽनुपमा गुणैरनुपमा प्रत्यक्षलक्ष्मीरभूत् ॥"
–પ્રબંધચિંતામણિ [ પ્ર. ૪].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com