________________
નિવેદન
"
આ ઐતિહાસિક લેખ, પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે ‘જૈનધર્મ પ્રકાશ ' ના સુવર્ણ વિશેષાંક માટે લખવામાં આવ્યા હતા; પરંતુ ફ્રા. શુ. ૧૫ સુધીમાં મેાકલવા સૂચવાયેલ લેખ, અહીંથી ચૈત્રી પૂર્ણિમાએ જ પૂર્ણ કરી ભાવનગર માકલી શકાયા હતા. જૈન ધમ` પ્રસારક સભાના માનનીય પ્રમુખ શ્રીમાન શેઠ કુવરજીભાઇએ તેની પહોંચ લખતાં તા. ૨૧-૪-૩૫ ના પત્રમાં તે તરફ સદ્ભાષ દર્શાવતાં જણાવ્યું હતું કે “ લેખ મળ્યો પણ બહુ મેાડા મળ્યા. × હવે તેા અક પૂરા છપાઇ ગયા × × લેખ વાંચી ગયા છુ. અત્યુયાગી છે. પ્રયાસ ધણા લીધા છે. પ્રસ્તાવના અસરકારક છે. હવે તેા તેને જીખીલી અંક વિભાગ બીજામાં દાખલ કશું x x તેમાં ચેાગ્ય સ્થાને સમાસ કશું', ××”
પરંતુ કુદરતના કાઇ અજ્ઞાત સંકેત પ્રમાણે ત્યારપછીના તા. ૨૮-૫--૩૫ ના પત્રમાં તેઓએ જણાવ્યું કે—“ વૈશાખ—જેઠના અંકમાં જીબીલી સંબંધી હકીકત જ મુકવાની છે. × × એટલે એ અંકમાં તમારા લેખ નહીં આવી શકે. અસાડના અઢમાં જરૂર મૂકશુ’' અને અષાડના અંકમાં આ લેખને સ્થાન આપવા ખાસ ઇચ્છા દર્શાવતાં × × ‘તે અધામાં આપના લેખને અગ્રપદ આપવાનું છે. ' વિગેરે તા. ૪-૬-૩૫ ના પત્રમાં પણ જણાવેલું; પરંતુ આ લેખ, ઉદ્દેશ પ્રમાણે વિશેષાંકમાં પ્રકટ ન થઇ શકવો તે। સામાન્ય અંકમાં મૂકાવવા યાગ્ય ન લાગતાં ‘ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવા ' એવા વિચાર થયા અને પરિણામે અ કાટ, ગેાધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના મહત્ત્વના અપ્રકટ ઇતિહાસ સાથે વિભૂષિત થઇને આ રીતે પ્રકાશમાં આવે છે.
લેખક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com