________________
છૂટાં ફૂલ
વનપ્રવેશ પ્રસંગે શ્રી રમણલાલ વ. દેસાઈને અર્પણ થયેલા અભિનંદન-પ્રજ્યમાં કેટલીક ખાસ વિશિષ્ટતાઓ તરી આવે છે. '
પં. માલવિયાજી, સર અસુતેષ મુકરછ કે ડે. ટાગોરને અર્પણ થયેલા ગ્રન્થોની જેમ આમાં વિદ્વત્તા કે જીવન-સામગ્રી ભંડાર નથી ભરેલે. પણ છતાં એમાં જે છે તે ગુજરાતમાં પ્રગટ થયેલા અન્ય અભિનંદન-ગ્રન્થ સાથે સરખાવતાં વિશેષ સ્મરણીય છે.
સુઘડ કલામય રૂપમાં પ્રગટ થયેલા ૨૦૦ પાનાના આ ગ્રન્થના પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાં પહેલા અંગ્રેજી વિભાગમાં સરકૃષ્ણામાચારીને સંદેશને એસ. વી. મુકરજી, ડે. ભટ્ટાચાર્ય, આશ્વિન, રમાકાન્ત મૈતમ વગેરેના શ્રી રમણલાલ વિષયક અનુભવ-લેખો પ્રગટ થયા છે.
સંસ્મર” નામે બીજા વિભાગમાં શ્રી રમણલાલનાં કુટુંબીજને તેમજ મિત્રના શ્રી રમગુલાલ સાથેના સ્મરણીય પ્રસંગે, તેમના જીવનની લાક્ષણિકતાઓ વગેરે વર્ણવતા બાર લેખ પ્રગટ થયા છે. તેમાં કુ. સુધા દેસાઈને “પુત્રીની દૃષ્ટિએ ” નામક લેખ શ્રી રમણલાલનું ખૂબજ સમીપનું દર્શન કરાવે છે જ્યારે શ્રી રમેશ ગોતમનો “ કન્ટિયર મેલ ” લેખ શ્રી રમણભાઈના જીવનને એક લાક્ષણિક પ્રસંગ વર્ણવવા સાથે જ રસમય વાર્તારૂપ પામે છે.
વિવેચનો' નામના ત્રીજા વિભાગમાં કવિ ન્હાનાલાલને “આપણુ નવલકથા સાહિત્યમાં શ્રી રમણલાલ દેસાઈનું સ્થાન' નામક લેખ ખૂબજ ધ્યાન ખેંચે છે.-એટલા ખાતર નહિ કે વિવેચનની દૃષ્ટિએ એ લેખે સુંદર છે. (એ દૃષ્ટિએ તે ઊલટું આ લેખ ન્હાનાલાલની સામે લાલ બત્તીની ગરજ સારે છે.) પણ ગુજરાતમાં મુનશીની સામે આજલગી જે કંઈ લખાયું છે તેને ધ્વજાથી શણગારવાનું કામ આ લેખમાં થયું છે. જીવન-દષ્ટિએ શ્રી. મુનશી નર્મદની સાથે સરખાવતાં પણ ગાંગો તેલી છે અને સાહિત્ય-દષ્ટિએ તેમણે ડુમા–બાલકાકની ખાળકૂંડીઓની દુર્ગધેજ ફસાવી છે એ દર્શાવતાં શ્રી નાનાલાલે સરસ્વતીની સામ્યતાને પણ ઢાંકી દીધી છે. શ્રી રમણભાઈને અર્પણ થનાર આ ગ્રંથમાં “પૃથ્વીવલ્લભ ને “પાપનીતરતી નવલકથા " તરીકે વર્ણવતાં કવિવર એ ભૂલી ગયા છે કે શ્રી રમણલાલે જ “પૃથ્વીવલ્લભ ને મુનશીની સર્વોત્તમ નવલકથા કહી છે. ને વંઠેલા મુંજને પૃથ્વીવલ્લભ કહેવા માટે મુનશીને ભાંડતી વેળા કવિસમ્રાટ એ પણું ભૂલી જતા લાગે છે કે સંસ્કૃત કવિઓએ પણ મૃણુલનાં એજ પ્રિય મત મુંજને માટે તે મુંને ઃ jને નિરા સરસ્વતી એ પ્રશરિત ઉચ્ચારેલી છે.
ચેથા પ્રકીર્ણ વિભાગમાં શ્રી. સુનદરમ, પ્રા. વિજયરાય વૈદ્ય તેમજ શ્રી જ્યોતીન્દ્ર દવે વગેરેના પ્રકીર્ણ લેખ પ્રગટ થયા છે.
પાંચમા પરિશિષ્ટ વિભાગમાં સન્માન સમારંભ સમિતિને એકરાર, શ્રી રમણલાલનાં પુસ્તકે, શ્રી ૨. વ. દેસાઈના જીવન-લેખન ઉપરના લેખે ને શ્રી ર.વ.દેસાઈના મુખ્ય જીવન-પ્રસંગો એમ ચાર ને પ્રગટ થઈ છે. તેમાં સમિતિના એકરારમાં શ્રી રમણલાલે પિતાની સામાન્યતા સૂચવીને આ પ્રસંગની જાહેર ઉજવણી સામે વિરોધ દર્શાવતે જે પત્ર લખેલે તે ખાસ સ્મરણીય છે.
.' Britannia & Eve'1 412-14X2 11 24's Hi 4141 "True Ditective' ને એપ્રિલ ૧૯૪૨ ના અંકમાં હીટલર અંગે બે ધ્યાનપાત્ર લેખો પ્રગટ થયા છે. પહેલે લેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com