________________
શકારિ વિક્રમાદિત્યઃ ૫૯ ૬૦૦ માંડલિક રાજાઓને રવાની હોવા છતાં તે સીઝરની મિત્રાચારીને મૂલ્યવતી લે છે અને પિતાના સામ્રાજ્યમાંથી સીઝરને પસાર થવું હશે તે તે માર્ગ આપશે એટલું જ નહિ પણ સદકર્તવ્યમાં તે મદદ પણ કરશે. પિરસે મોકલાવરાવેલી ભેટોમાં સત્તર ફૂટ લાંબો સાપ, પાંચ ફૂટ લાંબો નદીનો કાચબો, ગીધ કરતાં પણ મેટું તેતર વગેરેનો સમાવેશ થતો હતો. એલચી-મંડળની સાથે ઝ ગસ નામે ભરૂચને એક સાધુ હો જે મુકિતની આશાથી સદેહે એથેન્સમાં બળી મૂઓ. હેબે પણ આ પ્રસંગ અંગે લગભગ માનસને મળતું જ વર્ણન કરે છે.
શાન્ટિયર, એગટન, કલાટ, મીસીસ સ્ટીવન્સન, બુલર, ટેની, સ્ટેન કનૈવ આદિ મશર પરદેશી વિદ્વાને પણ કાલકસૂરિ અને ગર્દ ભિલ વચ્ચેના પ્રસંગને ઐતિહાસિક લેખે છે અને . સ. પૂ. ૫૭ માં અવંતીમાં સંવત્સર–પ્રવર્તક વિક્રમાદિત્ય થઈ ગયેલ હોવાને મત માન્ય રાખે છે. ૧૭ ડૉ. સ્ટેન કનૈવ કહે છે કે- કાલકાચાઈ-કથાનકની વિગત ન રવીકારવા મને કંઇ કારણ હોય તેમ લાગતું નથી. એડગર્ટન કહે છે કે- ઈ. સ. પૂ. ૫૭ માં વિક્રમ નામે કોઈ રાજા નથી થશે એમ કહેવા માટે કોઈ પણ ચોક્કસ પ્રમાણ હેય એ મારા ધ્યાનમાં નથી.૧૮
- આશા રાખીએ છીએ કે ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં અવંતીને સિંહાસને વિક્રમાદિત્ય નૃપતિ હોવા અંગે અને તેણે જ વિક્રમ સંવત્સર શરૂ કર્યા સંબંધમાં આ લેખમાં રજૂ થયેલાં પ્રમાણ વાચકને ખાત્રી આપનાર નીવડશે, અને પરદેશી વિદ્વાનોની સાથે મળીને કેટલાક હિંદી વિદ્વાને એ મહાન નૃપતિના વ્યકિતત્વને ઢાંકી દેવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે તે ઉપેક્ષણીય હવાના વિષયમાં વાચકો અમારા અભિપ્રાયની સાથે એકમત થશે. *
કાલિદાસે પોતાના વિમોર્વશીય નાટકમાં પિરાણિક કથાપ્રસંગની સાથોસાથ પોતાના મિત્ર નૃપતિ વિક્રમાદિત્યના જીવન-પ્રસંગોને પણ સાંકળી દઈ તેને અધ રૂપક કૃતિ બનાવી છે. તેમાં તે ઈકને માટે સતત મહેન્દ્ર શબ્દ વાપરે છે. જે થાસરિત્ સારા ના આધારે વિક્રમના પિતાનું નામ હતું. પોતાના મિત્ર-નૃપતિ વિકમનું ખિતે જેમ પિરાફિક પતિ પુરુરવસના નામ સાથે સાંકળી દે છે તેમ પુરુરવસના નામને તે વિકમમાં સમ્મલિત કરે છે / વિમોવલિય નાટકમાંનાં રૂપકત માટે જુઓ ‘સુવાસ’ જૂન-૧૯૪૧]
પિરસ એ નામ અવંતિપતિ વિક્રમાદિત્ય પુરરસનું રૂપાંતર છે. શતવહનવંશી વાશિકઠપુત્ર પુલુમાવી તે સમયે સમર્થ નૃપતિ હતે ખરે, પણ તે ૬૦૦ માંડલિક રાજાઓને અધિપતિ હોવાનું સંભવિત નથી; પુલુમાવી નામ પિરસ સાથે સુસંગત નથી; તેને રેમ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું કોઈ કારણ નહોતું; તેમજ એલચી મંડળની સાથે ભરૂચને સાધુ જોડાયલ છે, ત્યારે પેલુમાવીને તે અરસામાં ભરૂચ પર અધિકાર નહોતો. બીજી બાજુ વિક્રમાદિત્ય ભરૂચને સ્વામી હતા; પિતાને રેમપતિએ આશ્રય આપેલો હોઈ તે રામના આભાર તળે હતા અને તેની સભામાં ૬૦૦ થી ૮૦૦ લગભગ માંડલિક રાજાઓ હોવા અંગે અનેક સાહિત્યિક પ્રમાણે મળી આવે છે. વળી વિક્રમાદિત્ય અને પોરસનો અર્થ પણ એક જ (બળવાની છે. એટલે મન શહેનશાહ ઓગસ્ટસને મિત્ર ભારતીય સમ્રાટ પિરસ એ અતિપતિ વિક્રમાદિત્ય હોવા અંગે શંકા લાવવાનું કોઈ કારણ નથી રહેતું.
99 Ancient India as described in classical Literature. by-Mc Crindle. 17-18. Vikrama's Adventures. Edgerton.
* આ લેખમાં વપરાયેલ સંસ્કૃત અવતરણો તેમજ પ્રફ-નિરીક્ષણુ વગેરેમાં અમૂલ્ય સહાય કરવા માટે પંડિત શ્રી લાલચન્દ્ર ભ, ગાંધીનું તેમ જ પરદેશી પ્રમાણોના અવલોકનમાં, પિતાની “ક્ષિતિજ' નવલકથાના આલેખન માટે ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં હિંદ અને રેમના સંબંધની શકયતાઓ વિચારવાને શ્રી રમણલાલ વ. દેસાઈએ જે ને એકત્ર કરેલી તે નિરીક્ષણ સાંપવા માટે તેમનું પણ કણકૃત્ય અત્રે નોંધપાત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com