SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સુ વા સ સુવાસ કાર્યાલય રાવપુરા, વડોદરા ત્રણ વર્ષ થયાં યુદ્ધને દાવાનળ જગત પર ભભૂકી રહ્યો છે. તેની સર્વભક્ષી જવાળાઓએ સાહિત્યનાં અનેક અંગોને નિર્જીવ બનાવી મૂક્યાં છે. જગતભરમાં કેટલાંયે માસિકો-અઠવાડિક અટકી પડ્યાં છે; કેટલાંક વખતોવખત કદ ઘટાડતાં રહ્યાં છે. આ સોગોમાં પણ સુવાસ અચળ ઊભું રહ્યું છે. પાંચેક માસ પર કદમાં બે ફોર્મનો ઘટાડે કરવા સિવાય તેણે કશો ફેરફાર નથી કર્યો. પણ યુદ્ધના સંયોગોમાં મોટાં શહેરે ખાલી થઈ રહ્યાં છે એટલે તે વિસ્તારમાં ગ્રાહક–સંખ્યાને ક્ષતિ પહોંચે તે સ્વાભાવિક છે. તે ક્ષતિ પૂરવામાં મદદ કરવી તે સાહિત્ય-પ્રેમીઓની ફરજ છે. તે માટે ગ્રાહકબધુઓને મિત્ર વર્ગને સક્રિય સહકાર જરૂરી છે. શહેર છોડીને ગ્રામ્ય વિસ્તારોમાં જઈ વસેલાં દેશજનો પણ ગ્રાહક બનીને સાહિત્યસેવામાં પોતાનો ફાળો નોંધાવે એવી વિનંતિ છે. નિયમ– ‘સુવાસ ” દર મહિનાની પાંચમી તારીખે નિયમિત પ્રગટ થાય છે. સુવાસ” કાર્યાલયમાંથી દર મહિને દરેક અંક પૂરતી દેખરેખ નીચે પસાર થાય છે. એટલે આઠમી તારીખ લગીમાં “સુવાસ ન મળી જાય તે પહેલાં પિસ્ટમાં તપાસ કરવી. સુવાસને ઉદેશ પ્રજાની સાર્વત્રિક ઉન્નતિમાં દરેક રીતે મદદકર્તા બનવાને છે. તે ઉદ્દેશને અનુકૂળ થઈ પડે એવા વિવિધ પ્રકારના લેખોને તેમાં સ્થાન અપાશે. અભ્યાસપૂર્ણ સાથોસાથ જોડણીશુદ્ધ, સરળ ને મિલિક લેખોને પ્રથમ પસંદગી મળશે. “સુવાસ ' ના લેખક-મંડળમાં જોડાવાથી લેખકને વિના લવાજમે “સુવાસ” મેકલાય છે. તેમને પિતાના પ્રગટ થયેલ લેખની આઉટપ્રીસ મળે છે, તેમજ સલાહકાર–મંડળમાં પ્રતિનિધિત્વ મળે છે. ‘સુવાસ”ને નમૂનાનો અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટો મોકલવી. જેમાં ઉત્તર જરૂરી હોય એવા દરેક પ્રકારના પત્રવ્યવહારમાં, કે લેખો અસ્વીકાર્ય નીવડે તે તે પાછા મેળવવાને, જરૂરી ટિકિટ બીડવી જોઈએ, અને પિતાના પત્ર પર કે બુકપોસ્ટ પર પિસ્ટલ નિયમ પ્રમાણેની, પૂરતી ટિકિટો એડવી જોઈએ. નટ–પેઈડ સ્વીકારવામાં નહિ આવે. કાર્યાલયને લગતા પત્રવ્યવહારમાં તંત્રી કે સંચાલકનું નામ ન લખવું. કેમકે તેમ થવાથી તેમની ગેરહાજરીમાં તે પત્રની વ્યવસ્થા વિલંબજનક થઈ પડે છે. પ્રાચીન ભારતવર્ષ ' કે Ancient India ' ના ગ્રાહકેને પ્રથમ વર્ષે અર્ધા લવાજમ ( લવાજમ રૂ. ૧-૮-૦+૦-૪-૦ પોરટેજ=૧-૧૨-૦) અને ત્યારપછી એક વર્ષને માટે પણ લવાજમે (૨-૮-૦ ) “ સુવાસ' મળી શકશે. કાગળની એંઘવારીના કારણે ભેટની નકલે ઓછી કરવામાં આવી છે તે લેખકવર્ગ અને મિત્રમંડળ તે માટે ક્ષમા કરશે એવી આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034638
Book TitleSuvas 1942 06 Pustak 05 Ank 02
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy