SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 480 સુવાસ : માર્ચ 1941 રેલવેઓએ કરેલે કરડેને ગંજાવર નફો. સોનાની આયાત-નિકાસ સામે મુકાયલે પ્રતિબંધ. મુંબઈ સરકારે તેલના ભંડારો, વોટરવર્કસ ને પાવર સ્ટેશનને રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. કલકત્તામાં 21 લાખના ખર્ચે ત્રણ હજાર નવા કૂવાઓ ખોદાશે; ને હમેશના છ લાખ સિક્કા પાડવાની શક્તિ ધરાવતી નવી ટંકશાળ ગોઠવાશે. મુંબઈ અને પરાઓમાં ખૂલનારી 250 ચરખા-કલબ. દિલ્હીમાં ભરાયલી મુસ્લીમ લીગની કાઉન્સીલ પાકીસ્તાનનો આગ્રહ દર્શાવે છે અને મી. ઝીણું એ ઉદેશને અનુસરી બ્રિટિશ પાર્લામેન્ટના સભ્યોને લાંબે પરિપત્ર મેકલાવે છે. ધ્રોળ-ઠાકરે પિતાના રાજ્યમાં દારૂ અને પશુધની બંધી ફરમાવી છે; મુસ્લીમોએ ધ્રોળ સામે પોકાર ઉઠાવતાં તપાસને પ્રબંધ. કલકત્તા અને મદુરામાં કેટલાક મુસ્લીમ ગુંડાઓએ ચલાવેલું તેફાન. બંગાળાના શિક્ષણમાં મુસ્લીમ સંસ્કૃતિએ આદરેલો ઝડપી પ્રવેશ. સિંધમાં અરાજકતા, પ્રધાનમંડળનું રાજીનામું. મંઝીલગાહ આખરે મુસ્લીમેને સોંપાય છે. સક્કર-બેરેજના પ્રદેશમાં ત્રણ લાખ એકરના વિસ્તારમાં રૂનું વાવેતર થતું તે ચાલુ સાલે વધારીને દશ લાખ એકરનું કરવામાં આવ્યું છે. ઈન્દોરના મહારાજાએ રાજ્યાભિષેક-દિને 25 લાખની ચડેલી વસૂલાત માફ કરી છે. સીલોન હિંદીઓ સામે સૂગ દાખવે છે; બ્રહ્મદેશ પિતાનાં જ વ્યાપારી હિત વિચારે છે. બેરીસ્ટર સાવરકર કહે છે: “કોગ્રેસ ગાજરની તતૂડી છે; વાગશે ત્યાં સુધી વગાડીશું, નહિ વાગે ત્યારે કરડી ખાઈશું": [ હિંદમાં કાણું ગાજરની તતૂડી નથી એજ એક મહા પ્રશ્ન છે. ] ગુજરાતમાં માવઠાએ ખેલેલી તાંડવલીલા. પરદેશ–પી. એમરીનું હિંદી મહાસભા પર પ્રહારો વર્ષાવતું વ્યાખ્યાન, સિયામ ઉપર જામતું જાપાનનું પ્રભુત્વ. અંગ્રેજો અને અમેરિકનસિયામમાંથી વિદાય લે છે. સિયામ અને ફેન્ય હિંદી ચીનના ઝગડામાં મધ્યસ્થ બનેલા જાપાનની મક્કમ વલણઃ [રાજનીતિમાં પચાવી પાડવાની વૃત્તિનો અમલ હંમેશાં એજ પ્રકારે થતો આવ્યો છે.] જાપાનમાં સંખ્યાબંધ અમલદારેની ફેરબદલી. યુદ્ધ વિસ્તારવાને જાપાન એંશી કરડ પાઉંડ ખર્ચશે. સીંગાપર, ભૂમધ્ય ને ડાનસ વિસ્તારમાં પથરાયેલી સુરંગ. સીંગાપોરના બચાવનું બીડું ઑસ્ટ્રેલિયા ઝડપે છે. અમેરિકા 200 વિમાને સીંગાપર મોકલાવે છે. અમેરિકન પ્રતિનિધિ સભાએ સંરક્ષણ અંગે દેઢ અબજ ડોલરનું બીલ પસાર કર્યું છે. અમેરિકામાં બ્રિટનને મદદ કરવા અંગેના ધીરાણ અને પદાબીલ'ને સેનેટની મંજૂરી ફેન્ય પ્રધાનમંડળમાં ફેરફાર. ટૂક સાથે બિનઆક્રમણના કરાર કરી બબ્બેરિયા જર્મની-ઇટલી-જાપાનના ત્રિપક્ષી લશ્કરી કરારમાં ભળે છે, ને જર્મની બહેગેરિયાનો કબજે લઈ ગ્રીસ સામે આગળ વધે છે. બ્રિટિશ પરદેશમંત્રી એન્થની ઇડન ને સેનાપતિ સર જહોન ડીલે મીસર અને તૂકની મુલાકાતે. હીટલર, મુસોલિની અને ચર્ચાલનાં સ્વસ્વપક્ષને ઉત્તેજક ભાષણ. હીટલર નવા વસંત-યુદ્ધની ધમકી આપે છે. ઇટલી અમેરિકાને ઈટલોમાંનાં એલચી ખાતાં હઠાવી લેવાની સૂચના કરે છે ને બિટન પહોંચવા મથતી કોઈ પણ નૈકાને કુબાડવાની ધમકી આપે છે. આફ્રિકામાં પરાજિત બનનાર ઇટાલિયન સેનાપતિ માર્શલ ગ્રેઝીયાને રોમમાં નજરકેદ. આફ્રિકામાં અંગ્રેજોને ઠેરઠેર મળેલો વિજય. બેન ગાઝી અને ગાડીશું સમાં મહત્ત્વનાં ઇટાલિયન કેન્દ્રોનું પતન. જર્મન લશ્કર આફ્રિકામાં ઊતરે છે. મુસલિની-કાંકે મુલાકાત ને સ્પેનીશ આંતરવિગ્રહ પ્રસંગે કરેલી મદદનું છ કરોડ પાઉંડનું બીલ મુસલિની ફાંકે સમક્ષ ધરે છે. સ્પેનમાં ભયંકર આગ, ગ્રીસમાં ધરતીકંપ, ડાન્યુબમાં પુર ને ઈગ્લાંડમાં બરફન ભયાનક વરસાદ, સ્પેનના માજી રાજી ફાસ્ત્રીનું અવસાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034635
Book TitleSuvas 1941 03 Pustak 03 Ank 10
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages56
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy