________________
કલા-સાહિત્ય-કવિવર ન્હાનાલાલ “દ્વારિકા પ્રલય' નામે રૌદ્રરસપ્રધાન મહાકાવ્ય તૈયાર કરી રહ્યા છે. તેમનું ‘ગોપિકા' નાટક ભજવવા માટે મુંબઈમાં તૈયારીઓ, મુંબઈ વિદ્યાપીઠના આશ્રયે અપાનારાં શ્રી. રમણલાલ દેસાઈનાં પાંચ વ્યાખ્યામાં એક વ્યાખ્યાન કવિ ન્હાનાલાલ વિષે રહેશે.-તે વ્યાખ્યાને જુલાઈ-ઓકટોબર પર મુલતવી રહેલ છે. મુંબઈમાં કવિવર ન્હાનાલાલે “ગૃહસ્થ સંન્યાસ ' વિષય પર આપેલું વ્યાખ્યાન. નામાંકિત હિંદી વૈજ્ઞાનિક સર સી. વી. રમણ ગુજરાતની મુલાકાત અને વડોદરા તેમજ અમદાવાદમાં તેમણે આપેલાં પ્રવચને. વડોદરામાં સંસ્કાર-મંડળના આશ્રયે શ્રી મનુભાઈ વૈદ્ય વર્ધા જના' પર આપેલું વ્યાખ્યાન. મેડમ સોફિયા વાડિયા વડોદરા આવી ગયા પછી થિયોસોફીસ્ટોના ગુજરાતમાંના પ્રચાર-કેન્દ્ર તરીકે વડોદરાને અપાયેલ પસંદગી. મહાત્માજીના હસ્તે અલ્હાબાદમાં કમલા નહેરૂ સ્મારક લિયની ઉદધાટન-ક્રિયા; તે પ્રસંગે મહાત્માજીએ સમજાવેલ સેવાનો આદર્શ. કોલ્હાપુરમાં જેનોને ભવ્ય અંજનશલાક અને પ્રતિષ્ઠાવિધિ-મહોત્સવ. વડોદરામાં પ્રસિદ્ધ રાસકવિ અને જીવનાચાર્ય શ્રી ઉપેન્દ્રાચાર્યજીની મૂર્તિનું દબદબાભર્યું અનાવરણ. વડોદરા કોલેજમાં કવિ શ્રી સ્નેહરશ્મીએ મારી કવિતા' એ વિષય પર આપેલું રસઝરતું વ્યાખ્યાન; સાહિત્યસભાના આશ્રયે આધુનિક કવિતા પર તેમનું સુંદર પ્રવચન. કેલ્હિાપુર-કેલેજના મકાનને લાગેલી આગ. પ્રસિદ્ધ હિંદી સાહિત્યકાર શ્રી. રામચન્દ્ર શુકલનું અવસાન. ઈસ્યુલીન ઈજેકશનના શોધક ને નોબેલપ્રાઈઝ વિજેતા સર રેડરિક બેંટીંગનું અવસાન.
દેશહિદમાં ઠેરઠેર સત્યાગ્રહ, દંડને ધરપકડીને વધતા જુવાળ. અત્યારસુધીમાં પોણા પાંચ હજાર લગભગની ધરપકડ ને રૂ. બે લાખ ઉપરાંતને દંડ. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના એક લેખના જવાબમાં મહાત્માજીએ કરેલી સત્યાગ્રહની ચોખવટ. શ્રી. સુભાષ બેઝ અદશ્ય થતાં પહેલાં મહાત્માજીને ચરણે પોતાની સેવાઓ ધરવાની તત્પરતા દાખવેલી પણ સિદ્ધાંતભેદના કારણે તેને અસ્વીકાર થયેલો. હિંદના ગૃહમંત્રી હિંદના રાજદ્વારી કેદીઓને ચારિત્રદિનની ઉપમા આપી જર્મન-ઈટાલિયન કેદીઓની શ્રેષ્ઠતા વર્ણવે છે: [ જર્મન-ઈટાલિયન કેદીઓની ચામડી ગારી છે.] શ્રી. રાજગોપાલાચાર્ય અને એમના બે અહિંસક સાથીઓએ જેલમાં એક સાપને મારવાનું પરાક્રમ કર્યું છે. પંજાબના આરોગ્ય ખાતાના અહેવાલમાં જણાવાયું છે કે ૧૯૩૯માં એ પ્રાંતમાં દશ લાખ ઉદર મારવામાં આવેલાઃ હિંદની આધુનિક સંગ્રામમંમિ પર દુશ્મન તરીકે ઉંદર, સાપ, ચાંચડ, વાંદરાં, કૂતરાં અને બિલાડાંની પસંદગી કરવામાં આવી છે.] હિંદી સરકારનું કરેડની ખટ દર્શાવતું નવું અંદાજપત્રક. નવા કરવેરા. નવા વર્ષે ૧૦૬૩૯ લાખની આવક, ૧૨૬૮૫ લાખનું ખર્ચ-તેમાં ૮૪૧૩ લાખનું લશ્કરી ખર્ચ. હિંદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com