________________
ગ્રંથ-પરિચય - ૪૭૭ -સમી પંક્તિઓ મૂળ પંક્તિઓને પણ ઘડીભર વિસરાવી દે છે..
સાદા-સરળ કાવ્યને માટે યોગ્ય છંદ પસંદ કરાવે છે એટલું જ નહિ, એ છંદ પરને અનુવાદકનો કાબુ પણ પ્રશંસાપાત્ર છે. ભાષાશુદ્ધિ પણ નોંધપાત્ર છે.
પુસ્તકનાં બાહ્ય રૂપરંગ અંદરની કવિતા સરખાંજ સુંદર ને મને હર છે. પરંતુ ગુજરાતી. પ્રજાનું જીવનધોરણ જોતાં કિમત કંઈક વિશેષ પડતી જણાય છે.
ચન્દ્રગુપ્ત માર્ય– શ્રી. સયાજી બાલજ્ઞાનમાળા-પુષ્પ ૧૬૨ મું -લેખક ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય. પ્રકાશક–ચીમનલાલ કન્ટ્રાકટર, લમી ઈલેકટ્રીક પ્રેસ, વડોદરા. કિમત ૮-પ-૦.
એક જાણીતા ઇતિહાસકારને હાથે આ રીતે ઐતિહાસિક મહાપુરુષોનાં ચરિત્ર લખાય એ આવકારપાત્ર છે, પરંતુ જો બાલજ્ઞાનમાળાનો જ વિચાર કરીએ તો પુસ્તકની રચના કંઈક કઠીન લાગે છે.
પુસ્તકમાં મુખ્ય વ્યક્તિના ચરિત્ર કરતાં તેના સમયની સ્થિતિ પર વિશેષ લક્ષ આપવામાં આવેલ હાઈ બાલવર્ગની રુચિ ખીલવવામાં તે પૂરતો ફાળો નોંધાવી શકે એ વિષે શંકા રહે છે.
નવમા પૃષ્ટ ઉપર જણાવાયું છે કે કલિંગાધિપતિ મહાન ખારવેલના વંશજ વક્રગ્રીવની મદદથી ચંદ્રગુપ્ત મગધ ઉપર ચડાઈ કરી.' જ્યારે ઈતિહાસમાં ખારવેલને સમય ચંદ્રગુપ્તની પછી દર્શાવવામાં આવે છે. આ વિષય પર લેખક વિશેષ પ્રકાશ ફેકે એવી આશા રાખીએ છીએ.
પચાસ પૃષ્ઠ પર જણાવાયું છે કે, “ઈ. સ. પૂર્વે ૩૦૯ લગભગ શ્રુતકેવલિન ભદ્રબાહુ સાથે તે (ચંદ્રગુપ્ત) દક્ષિણ હિંદમાં ગયો.” જ્યારે ભુતકેવલી શ્રી ભદ્રબાહુવામી ઇ. સ. પૂર્વે ૩૫૭ માં સ્વર્ગવાસી થયા તે વિષે કોઈ પણ કાલગણનામાં હજી સુધી તે મતભેદ માલમ નથી પ.
પ્રાચીન પાટલીપુત્રનું ખોદકામ કરાવનાર શ્રી. પી. સી. મુકરજીએ ચંદ્રગુપ્ત અને પાટલીપુત્ર વિષે ઈતિહાસકારોએ બાંધેલા અભિપ્રાય પરત્વે જે મતભેદ દર્શાવ્યો છે તે પણ લક્ષમાં લેવા જોઈને હતે.
અનુભૂત સિદ્ધ પ્રયોગ સંગ્રહ અને લેહ-પ્રવેગ સંગ્રહ--લેખક અને પ્રકાશક વૈદ્ય હરિલાલ ગોરધન પાઠક, હરિહર ઔષધાલય, બાલાસિનોર. કિમત રૂ. ૧-૪-૦.
સેવાની ભાવનાથી ઓછામાં ઓછું વળતર લઇ બાલાસિનોરમાં દેશી દવાખાનું ચલાવતા વૈદ્યરાજે આ પુસ્તકમાં લેહના પ્રયોગો ઉપરાંત રોગોની ઓળખ, ઉપચાર અને અનેક ઔષધિઓ બનાવવાની રીત અને પ્રમાણ દર્શાવ્યાં છે.
વિમાની ગીતાબાઈ–[ સ્ત્રી શક્તિ ગ્રંથમાળા-૬] લેખક અને પ્રકાશક-ઇશ્વરલાલ વીમાવાળા, કેળાં પીઠ, સુરત. કિંમત ૦-૨-૦.
૧૯૨૦ માં જન્મનારી બાળાની ૧૯૪૧ માં જીવનકથા પ્રગટ થાય એ પ્રસંગને અભુત તરીકે ઓળખાવી શકાય,
ગીતાબાઈનું જીવન વહેણું પણ એવું જ અદ્દભુત છે. બાલપણથી જ વિમાનને શેખ. ૧૯૩૫ માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. પછી પતિ તરીકે વિમાની ગાડગીલને ધ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com