________________
છૂટાં ફૂલ
આવતા ઓગસ્ટની બીજી તારીખે શ્રી પ્રફુલચન્દ્ર રોયની ૮૧મી જન્મજયંતી ઊજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે માટે ફાળો ઉઘરાવવાના વિનંતિપત્રમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર જેવાએ સહી કરી છે અને મહાત્માજીએ પિતાનું ગેરવવતુ નામ એળે ન જાય એ શરતે સહી કરવાની હા ભણી છે.
શ્રી. પ્રફુલચન્દ્ર રોય એક વિજ્ઞાનશાસ્ત્રી તરીકે જગવિખ્યાત છે. નાનપણથી જ તેમને રસાયણશાસ્ત્રને શોખ. એડીનબરો વિદ્યાપીઠમાં તેમણે બતથી અભ્યાસ કર્યો, ને ૧૮૮૮માં ડી. એસસી. ની પદવી મેળવી. તે પછી તેઓ કલકત્તાની પ્રેસીડેન્સી કેલેજમાં મદદનીશ પ્રોફેસર તરીકે નીમાયા, ને ત્યાં તેમણે પિતાના જ્ઞાનને સદુપયેાગ કર્યો.
૧૮૯૬માં તેમણે કર્યુંરસ નાઈટ્રેડ' નામની શોધ કરી જગતને ચકિત કર્યું, અને ધીમે ધીમે એવી બીજી પણ સંખ્યાબંધ શોધેથી તેઓ પ્રખર રસાયણશાસ્ત્રી તરીકે જગવિખ્યાત બન્યા.
૧૯૧૧માં સરકારે તેમને સર બનાવ્યા. તે પછી કલકત્તા વિદ્યાપીઠે તેમને પીએચ. ડી. ની માનદ પદવી આપી ને લંડનની કેમીકલ સોસાયટીએ તેમને માનદ ફેલોશીપ બક્ષી.
તેમણે રસાયણશાસ્ત્ર પર એક મેટો ગ્રન્થ પ્રગટ કર્યો છે. અને ધી બેગાળ કેમીકલ એન્ડફાર્માસ્યુટીકલ કંપનીની સ્થાપના કરીને તેમણે પરદેશી દવાઓના ધોધને પાછો હઠાવ્યા છે.
એક માયાળુ સજજન અને દાનવીર તરીકે પણ તેઓ યશસ્વી છે.
નવા બજેટમાં પરદેશથી આવતા રેશમના દેરા ને તેની આંટીઓ પર જકાત વધારવામાં આવી છે. હિંદમાં એવા દેરા બનતા જ નથી. એ દેરા અને બનાવટી રેશમી કાપડને મોટો ભાગ પરદેશથીજ આવે છે. દોરા મંગાવી કાપડ ઉદ્યોગ ખીલવવાની હિંદને તક હતી ત્યારેજ વધેલો આ કર એ ઉદ્યોગને મૂળમાં જ ડાંભી દે છે. ૧૯૩૮-૩૯માં દેરા અને કાપડ બંનેની આયાત ૨૨૩ લાખની હતી; ને ૧૯૩૯-૪૦માં તે ૪૫૮ લાખની થઈ.
હિંદી ઉદ્યોગની પાછળ કુલ મૂડી રૂ. વીસ અબજ લગભગની રોકાયેલી છે.
હમણાં જ જાહેર થયું છે કે “China Trader” અને “Three Sisters' જેવી પ્રખ્યાત નવલકથાઓની લેખિકા કેનેલિયા સ્પેન્સર નોબેલ પ્રાઇઝ છતનાર પર્લ બકની બહેને થાય છે. પણ પિતાની નામના મોટી બહેનના વ્યક્તિત્વને આભારી ન ગણાય, તે ખાતર તેણે આ સંબંધ અત્યારસુધી ગોપવી રાખે.
જાપાનમાં કુલ ૭૧૮૦ પત્રોમાંથી ૧૨૨૨ દૈનિકે, ૫૦૬ અઠવાડિક, અને પ૪પર માસિકે વગેરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com