________________
૪૭૪ - સુવાસ : માર્ચ ૧૯૪૧ કન્યાઓમાંને નેવું ટકા જેટલો વર્ગ ગર્ભ ધારણ કરી ચૂકયો છે એ લાહોરની આરોગ્યખાતાની અધિષ્ઠાત્રીનો અહેવાલ હજી હમણાં જ પ્રગટ થયેલો.
આ ઉપરાંત, સાત્ત્વિક મર્યાદાના અભાવે, ગોરા સંસારમાં લગ્નજીવન પણ ભાગ્યે જ સુખી નીવડે છે. દર મહિને છૂટાછેડા લેનારાં નરનારીઓનો એ સંસારમાં તોટો નથી. ને જેણે એક વખત પણ છૂટાછેડા ન લીધા હોય એવાં યુગલ શોધવાને તે ત્યાં દિવસે પણ દીપક જોઈએ. છૂટાછેડા ઘણી વખતે હાસ્યાસ્પદ કારણોમાંથી જ પરિણમે છે. મેટેભાગે તે સ્ત્રી હલકટ શેખને ખાતર જ પુરુષને પજવે છે [આ માટે અમેરિકામાં તો "હાઉ ટુ ટોર્ચર હસબંડ કલબ' પણ ચાલે છે.] અને પુરુષ પણ ઘણી વખત ક્ષણિક મોજને ખાતર સ્ત્રીને પજવે છે, અને પછી બંને છૂટાછેડા લેવાને ન્યાયમંદિરમાં દોડે છે. આ પજવણીઓના કિસ્સા કેટલીક વખતે રસિક અને જાણવાજોગ હોય છે?
એક પત્નીએ પોતાને પતિ માં હતો ત્યારે તે મરી જાય તો તેને દફનાવતી વખતે પહેરાવવા માટેનાં કિંમતી વસ્ત્રો તૈયાર કરાવ્યાં. ને તે પતિને હોંશથી બતાવ્યાં. પરંતુ કમબખ્ત પતિ મરવાને બદલે સાજો થઈ ગયો. અને સાજા થયા પછી પહેલવહેલું કાર્ય તેણે તે સ્ત્રીને શ્યાછેડા આપવાનું કર્યું.
એક પત્નીને પતિનાં વસ્ત્રોમાં માંકડ-ચાંચડ ભરવાની, તેના બૂટમાં અને બેગમાં ઉંદરડા અને દેડકાં ગોઠવવાની અને તેની ચલમની પાઈપમાં રાખ ભરવાની ટેવ હતી. પતિએ તેને એ ટેવ સુધારવા છુટાછેડા આપ્યા.
એક પતિ પત્ની તે લઈ આવ્યા પણ મા માંદી હાઈ હંમેશાં તેની નજીક સવા લાગ્યા. પત્નીએ છૂટાછેડા લીધા.
એક લશ્કરી અમલદારને નિત્ય પ્રભાતે ઘરમાં લિ કરવાની ને મ્યુગલ વગાડવાની ટેવ પડેલી. પત્નીએ નિદ્રા બગડે છે કહી છૂટાછેડા લીધા.
પત્નીના સ્વભાવથી કંટાળી એક પતિદેવ વારંવાર આપઘાત કરવા તૈયાર થતા, ને પત્નીને એના ગળામાંથી દોરડું ખેંચી લેવું પડતું. પરિણામે પત્નીએ ન્યાયમંદિરમાં છૂટાછેડા માગતાં કહ્યું, “હું કંઈ એના ગળામાંથી હમેશાં દેરડું દૂર કરવાની નેકરી બજાવવાને નથી પરણી.”
સંખ્યાબંધ નામાંકિત લેખકે, કલાકાર, તત્ત્વજ્ઞાનીઓ અને રાજનીતિજ્ઞોની પત્નીઓએ પિતાના ધણ ધૂની છે અને પિતાની સાંસારિક રસિકતાઓ સંતોષતા નથી એમ જણાવી છૂટાછેડા મેળવેલા છે.
એ ગોરા સંસારનાં નરનારીઓ અરસપરસને પજવવાને અવનવા ઉપાયો પણ હમેશાં વિચારતાં જ રહે છે. સ્નાનખંડના નળમાં શાહી ભરીને ન્હાવા માટે આમંત્રણ આપવું, સુગંધીદાર સાબુઓમાં એવા પાકા રંગ મેળવવા કે જેથી તે વાપરતાં જ મેં જેવા જેવું બની જાય, સૂવાને પલંગ પર માંકડની હારો દેડાવવી વગેરે ક્રિયાઓ પણ વ્યવસ્થિત રીતે ખીલી રહી છે.
સ્ત્રી-પુરુષ વચ્ચેનાં આ સંઘર્ષણો મરતાં મરતાં પણ નથી ઓલવાતાં. એક પત્નીએ પિતાની ખાનગી મિલકતનું વીલ કરતાં તેમાં એક ડોલર પોતાના પતિને આપવાનું લખ્યું ને નીચે નેધ કરી કે, “આ ડોલરનું દોરડું ખરીદી તેની મદદથી ફાંસો ખાઈને રામશરણ થવાને માટે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com