________________
ગેરે સંસાર
વિધાર્થી ખ્રિસ્તી ધર્મ ભૌતિક વિચારશ્રેણી અને નિર્દોષ પ્રજાઓની લૂંટમાંથી જન્મેલ વૈભવઆ ત્રણ પાયા પર ચણાયેલી પાશ્ચાત્ય-ગોરી સંસ્કૃતિએ જગતની શી દશા કરી તેનો નિર્ણય ભાવિ ઇતિહાસકાર પર છોડીએ. પરંતુ એ સંસ્કૃતિએ ગોરી પ્રજાના નૈતિક અને સાંસારિક જીવન પર જે અસર કરી છે તે કંઈક રસભરી અને જાણવા જેવી છે. અને આર્ય સંસ્કૃતિ તજીને ગેરી સંસ્કૃતિ પર મોહી પડેલી પ્રજાઓને તે કંઈક ઉપયોગી નીવડવા પણ સંભવ છે.
નીતિ અને સદાચાર પ્રત્યેની ઉપેક્ષા અને લગ્નની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઈંગ્લાંડ અને સ્કેટલેંડમાં પ્રતિવર્ષે છ લાખ ઉપરાંત ગર્ભહત્યાઓ થાય છે. આ હત્યાઓ અટકાવવાને ૧૯૨૬માં, ગુપ્ત રીતે જન્મેલાં સંતાનોને સંરક્ષણ નીચે લેવાનો કાયદો (Adoption of Children Act) પસાર કરવામાં આવેલે. એ કાયદાથી જે કન્યાઓ કે વિધવાઓને દુરાચારના કારણે સંતાન જમ્યાં હોય તેઓ ન્યાયમંદિરને ગુપ્ત અરજીઓ કરે અને બીજી બાજુએથી ન્યાયમંદિર એવાં બાળકને સંરક્ષણ આપવા ઈચ્છતાં સંતાન હિન યુગલો પાસેથી પણ અજીએ માગ અને અંતમાં એવા ચાગ્ય યુગલેને તે સંતાન સૈપાય. આ રીતે વાર્ષિક ૨૦૦૦૦ લગભગ ગેરકાયદેસર સંતાનોને સંરક્ષણ આપવા છતાં ગર્ભહત્યા અટકી નથી. અને આવા ગેરકાયદેસર સંતાનોનાં સાચાં માતાપિતાનાં નામ બહાર ન આવતાં હોઈ એક જ પિતાનાં પુત્ર-પુત્રીઓ પણ લગ્નથી જોડાઈ જાય છે અને પ્રજાને અધઃપતનને માર્ગે દોરે છે. આ પ્રકારના નૈતિક સંયોગોમાં ઈગ્લાંડ-કેટલુંડમાં દર વર્ષે આઠ લાખ વ્યક્તિઓ ગુપ્ત રોગોમાં સપડાય છે અને તેમાં કેટલાક પ્રદેશો તો એવા પણ છે કે જ્યાં ૬ થી ૭૫ ટકા જેટલી પ્રજા ગુપ્ત રોગોમાં સપડાયેલી હોય.
આ સ્થિતિને અટકાવવાને સરકાર યુવાન કન્યાઓને બહુ જ સંભાળીને રહેવાની ને કોઇની જળમાં ન ફસાવાની ચેતવણી આપે છે છતાં સંસ્કૃતિનાં મૂળભૂત તોમાં ખામીના કારણે તેમાં જરા પણ સુધારે નથી જણાતે.
જગતમાં પ્રથમ નંબરનું પ્રબળ સૈન્ય ધરાવતું ને પેલિયનનું ફ્રાંસ એક જ મહિનામાં હીટલરના હાથે હારી ગયું તેનું કારણ નૈતિક અને સાંસારિક અધઃપતન છે તે તો ફાંસના સરમુખત્યાર માર્શલ પિટાએ પણ. કબૂલ્યું છે.
અમેરિકામાં દર વર્ષે વિશ લાખ ગર્ભહત્યાઓ થાય છે અને ગર્ભપાત કરાવનારી સીન્ડીકેટે વાર્ષિક દશ લાખ ડોલરની આવક કરે છે. તે દેશના કેટલાય વિભાગોમાં ૭૫થી ૮ ટકા જેટલી પ્રજ ગુપ્ત રોગોમાં ફસાયેલી છે. - આધુનિક ગેરી સંસ્કૃતિને અપનાવતી પ્રજાઓમાં કન્યાઓ માતાપિતાની સતત દેખરેખ કે સામાજિક બંધનમાંથી નાની વયે જ મુક્ત બની જાય છે. પરિણામે લેપટ પુરુષો માટે એને જાળમાં સપડાવવાનો માર્ગ મેકળો બને છે. અત્યારે જગતમાં એવી હજારો કન્યાશાળાઓ હોવા સંભવ છે કે જેના પર સંપત્તિવાન દુરાચારીએાએ પિતાને સીધો કે આડકતરે કાબુ જમાવી દીધા હોય. કન્યાશાળામમાં આવતી બાર વર્ષ ઉપરાંતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com