________________
'જીવન ઝરણ-૪૭૧ ઔરંગજેબના ગર્વથી ખીજાયલા કવિએ ભેટને અસ્વીકાર કરતાં કહ્યું, “લાખ દિનાર આપનાર રાજા તે અનેક હશે. પણ તે ન સ્વીકારનાર કવિ બીજા નહિ મળે.” :
સંત શંકરે આસામના કેચ રાજ્યમાં પિતાને આશ્રમ સ્થાપેલ. તેમને નિલેપભાવ જોઈ કેચને રાજા તેમને પૂજક થઈ રહ્યો. તેણે શંકરને રાજમંદિરમાં પધારવા ને રાજગુરુનું પદ સ્વીકારવા આગ્રહભરી વિનંતિ કરી. શકર એ વિનંતિ સ્વીકારી ન શક્યા. છતાં રાજા હમેશ આગ્રહ કરવા લાગ્યો. ને છેવટે એક દિવસે શંકરે સાઠ ઘડીમાં પોતાને અંતિમ નિણય જણાવવાનું રાજાને વચન આપ્યું.
બીજે દિવસે શકર આવશે જ માની રાજાએ પાલખી મોકલાવી. પરંતુ પાલખીની સાથે આવનાર મંત્રીએ તપાસ કરતાં જણાયું કે શંકરે સમાધિ ચડાવી પ્રાણ છેડયા હતા. શંકરનાં છેલ્લાં વચને હતાં:
રાજાને મારા પ્રત્યે સ્નેહ છે. ને હું પિતે તે રાજમંદિરમાં જઈ, રાજગુરુ બની, નિર્લેપ રહી શકું, રાજાને સન્માર્ગ દાખવી પણ શકું. પરંતુ એ પ્રથા હાનિકર્તા છે. સાધુ પુરુષે સારો ચીલે પાડી શકે છે. પણ એ ચીલાની આસપાસ જે સાંસારિક વૈભવ રહેલો હશે તે એ ચીલામાં અનેક ઘમંડીઓ ઘૂસી જવાના અને એ ચીલાના જ આશ્રયે આખા પ્રદેશને લૂટી ખાવાના. પ્રજાઓને આ સમજાવવાને મારા દેહને ભોગ વધારે નથી.”
હજરત ગેસની નજીકમાં એક વિચિત્ર પડોશી રહેતા. જ્યારે જ્યારે હજરતના ઘરમાં નમાઝ પઢાતી હોય ત્યારે ત્યારે તે વાજા અને ઢોલ વગાડતે. એક દિવસે જ્યારે નમાઝના પ્રસંગે એને કોલાહલ વધી પડે ત્યારે હજરતના શિષ્ય બોલ્યા, “સાહેબ, આપ આ કોલાહલ શા માટે ચલાવી લે છે ?” .
“ તમે લાહલ સાંભળ્યો ?”
ત્યારે તે તમારું ચિત્ત નમાઝની બહાર હેવું જોઈએ.”
સોક્રેટીસને ખૂબ ખૂબ ગાળો આપીને પણ એની પત્ની થાકી નહિ ત્યારે ઘરમાંથી બહાર નીકળતા એ સાધુ પુરુષ પર તેણે બારીમાંથી ગંદુ પાણી રેડયું.
સોક્રેટીસે હસીને કહ્યું, “ગર્જના પછી વરસાદ આવે એ સ્વાભાવિક છે.”
ખલીફ ઓમરને પુત્ર ગુજરી જતાં આખી રાજસભા જ્યારે શોકમગ્ન બની ગઈ ત્યારે ખલીફ એટલુંજ બેલે, “ઈશ્વરની દષ્ટિએ આપણે બધા સમાન છીએ તેનું એ તે એક નક્કર ઉદાહરણ છે.”
ક્રોમવેલની કુંવરી વાઈટ નામે એક સ્વરૂપવાન નોકરના પ્રેમમાં પડી. આખા યુરોપમાં જાસૂસની જાળ પાથરી દેનાર ક્રોમવેલને પુત્રીના આ પરાક્રમની ખબર પડતાં વાર ન લાગી, તેણે તેને એ સમાચાર આપનાર જાસૂસને કહ્યું, “તું પૂરતી દેખરેખ રાખ. વાઈટને જેટલી સજા થશે એ જ પ્રમાણમાં તને ઇનામ મળશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com