________________
૪૬૮ સુવાસ: માર્ચ ૧૯૪૧
આ જ રીતે ગર્ભાશયમાં સંતાનને શિક્ષણ પણ આપી શકાય છે. લવ-કુશે ગર્ભમાં જ જુભકાસ્ત્રોનું જ્ઞાન મેળવેલું, અભિમન્યુને ગર્ભમાં જ ચક્રવૂહ ભેદવાની કળા સાધી.
આ સંયોગમાં આયુર્વેદ ગર્ભાવસ્થાથી જ જિંદગીની શરૂઆત ગણે છે. અને આર્ય જીવનના સોળ સંસ્કારોમાં ગર્ભાધાનને તે પ્રથમ સંસ્કાર તરીકે ઓળખાવે છે અને તે અનુસાર તે ગર્ભિણી સ્ત્રી માટે નિયમ ઘડે છે. આ નિયમોને આર્ય સમાજશાસ્ત્ર અપનાવી લે છે. શ્રી કાં તે કન્યાવયમાં હોય, કાં તે ગર્ભાવસ્થામાં હોય ને નહિતર તે સંતાનની માતા હેય છે. એ ત્રણે સ્વરૂપમાં તેને માટે શાંતિ, ગૃહનિવાસ વગેરે જરૂરી છે. પરિણામે સ્ત્રીપુરુષનાં કાર્યોની એવી રીતે વહેંચણું કરાય છે કે જેથી સ્ત્રીને જીવનવિકાસ માટેનું તેનું અનુકૂળ ક્ષેત્ર મળી રહે.
એક જ પિતાનાં સંતાન જે લગ્નથી જોડાય છે તે સંગ ભાવિ પ્રજાના નાશમાં પરિણમે છે. આયુર્વેદ અને માનવવંશશાસ્ત્રનો આ સિદ્ધાંત પણ આર્ય સમાજ-વ્યવસ્થાપકેએ પિતાના ખ્યાલમાં રાખ્યો. પરિણામે આર્ય વ્યવસ્થામાં સ્ત્રીની પવિત્રતા પર વિશેષ ભાર મુકાય. સમાજમાં રહેલી સ્ત્રી જો એક કરતાં વિશેષ પુરુષોના સંસર્ગમાં આવતી રહે તે એક જ પુરુષના સંસર્ગમાં આવેલી એવી બે સ્ત્રીઓનાં સંતાનો ભવિષ્યમાં જોડાવાનો સંભવ રહે. આ સંભવ અટકાવવાને પતિવ્રતા ધર્મ અનિવાર્ય લેખા. એક પુરુષથી ન સંતોષાતી સ્ત્રી સંતાનને જન્મ આપવાને અધિકાર મૂકી દઈ ગણિકા બને; એક સ્ત્રીથી ન સંતોષાત પુરુષ, સમાનભાવે, પ્રથમ પત્નીની રજા પછી જ, વિશેષ સ્ત્રીઓ પરણે અથવા વિશુદ્ધિ જાળવતી મર્યાદાએ ગણિકા સેવન કરે. પણ સમાજમાં રહેલાં સ્ત્રી-પુરુષ તો અનાચાર ન જ ચલાવી શકે.
આ રીતે આયુર્વેદે જેમ ધર્મ, જ્યોતિષ વગેરે વિષયોના કેટલાક સિદ્ધાંતો સ્વીકાર્યા તેમ ધર્મ, સમાજ વગેરેએ પણ આયુર્વેદના કેટલાક સિદ્ધાંતે સ્વીકારી આર્ય જીવનનું ચોક્કસ સ્વરૂપ ઘડયું છે. - આર્ય પ્રજા કેટલીક વિદ્યાઓને ખૂબ જ પવિત્ર લેખે છે. આયુર્વેદને પણ એમાં સમાવેશ થાય છે. આ પવિત્ર વિદ્યાઓનો અધિકાર તેમને જ આપવામાં આવે છે જેઓ દ્રવ્યથી દૂર રહેતા હોય તે સ્વૈચ્છિક ગરીબાઇને આદર્શ ધરાવતા હોય. આધુનિક વૈદકની જેમ આયુર્વેદ વેચી શકાતું નથી. તેને પવિત્ર ઉપયોગ જ કરાય છે. દુઃખી ને રોગી પ્રજાઓના હરનિશ સંસર્ગમાં રહેતા અને તલભાર પણ સાંસારિક સ્વાર્થ ન ધરાવતા સાધુઓ, સંન્યાસીઓ, ગેરજીઓ અને બ્રાહ્મણને જ તે વિદ્યા અપાતી. ચરક કહે છે, “આયુર્વેદનું જ્ઞાન ધનપ્રાપ્તિ માટે નથી, તેમ સાંસારિક કામનાઓ સંતોષવાને નથી. તે તો પ્રાણીમાત્ર પર નિર્મળ દયા વર્ષાવવા માટે છે.” આ પવિત્ર પ્રથાનો ભંગ કરનાર વિદ્યાદ્રોહીઓએ જ આયુર્વેદની પડતી આણું છે.
આયુર્વેદે કેટલી મહાન સિદ્ધિઓ મેળવી છે અને તેણે કેવા ચમત્કારિક ઈલાજ અજમાવ્યા છે તેનાં સંસ્મરણો આલેખતાં ગ્રન્થ ભરાવા જાય. નાડી જોઈને માનવીને સ્વભાવ, એની શરીરસ્થિતિ અને ખોરાકનું ચક્કસ સ્વરૂપ જાણવું; મળ-મૂત્ર કે અંગ-કાંતિ જોઈને જ એનું આયુષ્ય કહેવું; મગજનાં ભયંકર નસ્તર સફળતાપૂર્વક પાર ઉતારવાં; ક્ષય, કંઠમાળ કે જલદર જેવા દુ:સાધ્ય રોગોને પણ નિર્મૂળ કરવા વગેરે આયુર્વેદથી જ બની શકે, અહીં તે એમાંના એકાદ દષ્ટાંતનેજ આલેખી વિરમીશું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com