________________
આયુર્વેદ "ક૬૭ છે તે આર્ય પ્રજાને માન્ય નથી, અને પરિણામે અનાર્ય પ્રથાઓથી ટેવાઈ ગયેલી પ્રજાઓ ઘણી વખત આ વિશિષ્ટતાને સમજવામાં નિષ્ફળ જાય છે. આયુર્વેદની બાબતમાં પણ કંઈક એવું બન્યું છે. - પૂર્વજન્મ, કર્મનાં ફળ, કાળની અસર, વંશપરંપરાગત ગુણવગુણ જેવાં ધર્મ, જ્યોતિષ, કે માનવવંશશાસ્ત્રનાં અંગોને પણ આયુર્વેદ મૂળગત ત તરીકે સ્વીકારી લે છે. પરિણામે તંદુરસ્તીના વિષયને તે રોગના પ્રવેશથી કે બાળકના જન્મથી જ નથી ચર્ચતું પરંતુ ગર્ભ ધારણ કરવાની ક્રિયાથી સ્પર્શે છે.
કન્યા પકવવયે જ ઋતુકાળમાં પ્રવેશે તે માટે તેણે કેવું શાંત જીવન વિતાવવું; ઋતુકાળમાં પ્રવેશી ચૂકેલી કન્યા અવિવાહિત રહેતાં મનક્ષતિ અને અંગવિકારને સંભવ હોઈ તેવા સમયે લગ્ન કરી નાંખવાનો આદેશ; લગ્ન પ્રસંગે પુષ્ટ ખોરાક અને અંગવિલેપન દ્વારા શરીરને સુરૂપ, સશક્ત અને તંદુરસ્ત રાખવાની ક્રિયાઓ; અમુક તિથિઓમાં જ સ્ત્રી-સંગનું નિયમન વગેરે, જન્મનાર સંતાનના હિતની અને માતપિતાના માનસિક, શારીરિક ને ઉપભૌગિક સુખની ગણતરીએ વિચારાયેલાં, આયુર્વેદનાં જ અંગો છે.
પૂર્વજન્મના સંસ્કારો લઈ આવેલે આત્મા ગર્ભાશયમાં શરીરરૂપ પામતાં જ પિતાના સ્વભાવનું દર્શન કરાવે છે. ગર્ભના પિષણ માટે સ્ત્રીના અંગમાંથી ગર્ભાશયમાં વહેતું લેહી ગર્ભાશયમાંથી હૃદયમાર્ગે વહે છે. એટલે ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીને જે અવનવી ઇચ્છાઓ થાય છે તે સ્ત્રીની નહિ, પણ ગર્ભની ઈચ્છા છે. અને ગર્ભના વિશુદ્ધ માનસિક ઘડતર માટે એ ઈચ્છાઓ પુરાવી જ જોઈએ એવી આયુર્વેદ આજ્ઞા કરે છે. આર્ય સંસારમાં આ ઇચ્છાને દેહદના નામે ઓળખવામાં આવે છે.
અજાતશત્રુ ગર્ભમાં હતું ત્યારે પતિની સદૈવ પૂજા કરતી ચલણને એ જ પતિનું માંસ ખાવાની ઈચ્છા થયેલી; અભયકુમાર ગર્ભમાં હતો ત્યારે તેની ગરીબ માતાને ઐશ્વર્યસંપન્ન ધર્મ પ્રવર્તાવવાની ઈચ્છા થયેલી, હમ્મીર ગર્ભમાં હતો ત્યારે તેની કામળ માતાને સદૈવ વિધર્મીઓના લોહીમાં સ્નાન કરવાનું ગમતું. આ બધા ગર્ભના સંસ્કાર હતા. તેમની ઈચ્છાઓ એક યા બીજે રસ્તે પૂરવામાં આવી. ને પકવ વયે પણ એ ગર્ભેએ એ જ સ્વરૂપ દર્શાવ્યું. અજાતશત્રુએ પિતાનું સિંહાસન ઝૂંટવી લઈ તેને કેદ કર્યો ને આપધાતની સ્થિતિમાં મૂક્યો; અભયકુમારે ઐશ્વર્ય વધાર્યું, ધર્મ વિકસાવ્યો; હમ્મીરે હજાર વિધર્મીઓની કતલ કરી તેમના લોહીમાં સ્નાન કર્યું. - ૧ આ સ્થિતિના દૃષ્ટાન તરીકે જગતની ઘણી પ્રજાને મૂકી શકાય તેમ છે. તેમાંથી પશ્ચિમ યુરોપની પ્રજાનું જ દષ્ટાંત લઈએ. તેમને ખ્રિસ્તી ધર્મ તેમને એક ગાલ પર તમાચો પડતાં બીજો ગાલ આગળ ધરવાની ભલામણ કરે છે, તેમના રાજનીતિજ્ઞો તેમને લેહી વહેવડાવવાની ફરજ સમજાવે છે, તેમનું વિજ્ઞાન તેમના હાથમાં જગતને સળગાવવાનાં શસ્ત્રો મૂકે છે, તેમનું વૈદક તેમને શરીરનું જ મહત્ત્વ સમજાવે છે, તેમના મુક્તવિહારીઓ તેમને ચારિત્રભ્રષ્ટ બનાવે છે. પરિણામે તે પ્રજાઓ માનસિક વિશુદ્ધિ ગુમાવી બેઠી છે, તેમને આત્મા ચૂંથાઈ રહ્યો છે. વિવિધ ક્ષેત્રમાંથી જુદી જુદી આજ્ઞા મળવાથી સ્વતંત્ર અને પ્રબળ સ્થિતિમાં પણ તેમની શક્તિ છિન્નભિન્ન થઈ ગઈ છે.
૨ આ સિદ્ધાન્ત ચકને છે. દૂર રહેલા સંતાનને પણ સહેજ ઈજા થતાં માતાનું હદય કંપી ઊઠે છે તે સ્થિતિનો ઉકેલ તે સિદ્ધાન્તમાંથી મળી રહે છે. યુરોપીય વિજ્ઞાને મેડે મેડે પણ એ સિદ્ધાન્તને સ્વીકાર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com