________________
૪૬૬ સુવાસ : માર્ચ ૧૯૪૧ ધન્વન્તરી હતું. આમ એકંદરે જોતાં આર્ય જીવનશાસ્ત્રના આદ્યગુરુ ધન્વન્તરી કરે છે અને એ વિદ્યાના સમર્થ આચાર્યોને કેટલેક પ્રસંગે ધન્વન્તરીનું ઉપનામ અપાયું છે.
ચારે વેદમાં આયુર્વેદનાં કેટલાંક સૂત્રો મળી આવે છે. પણ અથર્વવેદમાં આયુર્વેદ એક ઉપાંગ બની રહે છે, જ્યારે શ્રવેદમાં તેને એક ઉપવેદ તરીકે સ્થાન અપાયું છે.
આયુર્વેદની રચના પછી આજસુધીમાં એ વિષયમાં અસંખ્ય સમર્થ આચાર્યો થઈ ગયા છે. પણ તેમાં ધન્વન્તરી, સુશ્રુત, કૌશિક, આત્રેય, અગ્નિવેશ, ચરક, ભાવમિશ્ર, વાગભટ્ટ વગેરે ખાસ ધ્યાન આકર્ષે છે. શસ્ત્રવિદ્યા અને એનાં સાધના વિષયમાં સુબ્રતનું ઝીણવટભર્યું જ્ઞાન આજના જગતને પણ અચંબામાં ગરકાવ કરી દે છે. જેમાંથી આધુનિક એલેપથીનું ઘડતર થયું તે યુનાની વિદ્યાનો મોટો ભાગ ચરકને આભારી છે. ભાવમિશ્રનો “માવકાર' ગ્રન્થ એ આયુર્વેદનાં સમસ્ત અંગને પિતામાં સમાવી દેતે એક સંપૂર્ણ ગ્રન્થ છે. વાગભટ્ટે રચેલ “સણાં સંતા” અને “નિઘંટું' એ આયુર્વેદના અમર ગ્રન્થો છે.
રોગોના મૂળ તરીકે આયુર્વેદ શરીરમાં ત્રણ (વાત, પિત્ત, કફ) તત્ત્વોની વધઘટને ઓળખાવે છે. એ ત્રણે તત્તે સમપ્રમાણમાં હોય ત્યાં સુધી શરીરમાં રોગ પ્રવેશી શક્તા જ નથી. પરિણામે આયુર્વેદ એ ત્રણે તને સમપ્રમાણમાં જળવાઈ રહે એવા જીવનનિયમો ઘડે છે
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જેનું પૃથક્કરણ ન થઈ શકે એવાં તત્ત્વોને પણ આયુર્વેદ કેટલેક પ્રસંગે પિતાનામાં સમાવી દે છે. કૌશિક ઋષિ કહે છે કે, “પતિ તપી ગયો હોય ત્યારે પત્નીએ ઠંડા જળમાં ગરમ કુહાડી બળી તે પાણી “જે પાણીએ આ ગરમ લોખંડને ઠાર્યું તે તારા જળતા જીગરને પણ ઠારો” એવા મંત્ર સાથે પતિને પાઈ દેવું.”
આર્ય સમાજ-રચનામાં જણાઈ આવતા શરીરના અને મનના કેટલાક નીતિ-નિયમો પણ આયુર્વેદને જ આભારી છે. ચરક કહે છે–
- ખોરાક છવનને ટકાવે છે, દૂધ શરીરને સુદઢ બનાવી જીવનને લંબાવે છે, આસવ - થાક ઉતારે છે, પતિવ્રત્ય દીર્ધાયુષ્ય બક્ષે છે, ભેંસનું દૂધ નિદ્રા પ્રેરે છે, ચિંતા શરીરને સૂકવે છે, અથાગ શ્રમ શરીરને થકવી જીવનને ટૂંકાવે છે, સૂકે પ્રદેશ તંદુરસ્તીને રહ્યું છે, ભેજવાળો પ્રદેશ આરોગ્યને ભક્ષક છે, આમળાં વૃદ્ધત્વને ખાળે છે; માનવીએ અન્યના દે ન જોવા જોઈએ, અન્યનાં રહસ્યો જાણવા મથવું ન જોઈએ, નાસ્તિકને સંસર્ગ ન કરવો જોઈએ, ગુરુ કે મુરખીને વિનય જાળવે જોઈએમેટેથી હસવું ન જોઈએ, માર્ગ પર તોફાન ન કરવું જોઈએ, નારીની શિખામણ અવગણવી ન જોઈએ તેમ તેનાથી જ કેવળ દેરાવું ન જોઈએ, અનુજીવીઓનું યોગ્ય રક્ષણ કરવું જોઈએ.'
આમ આયુર્વેદ એ કેવળ વૈદ્યવિદ્યા નહિ, પરંતુ જીવનશાસ્ત્ર બની રહે છે.
આર્ય પ્રજાની વિશિષ્ટતા એ છે કે તે જીવનના કેઈ પણ અંગને સ્વતંત્ર શાખા તરીકે સ્વીકાર ન કરતાં દરેક અંગેને એકમેક સાથે સાંકળી દે છે. આત્મા, મન, શરીર, ધર્મ, શિક્ષણ, સમાજ, રાજનીતિ, કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરેના સુમેળ દ્વારા જીવનની સંપૂર્ણ ખીલવણું કરવામાં આવે છે. ધર્મને આદેશ જુદે, આગેવાનોની સલાહ જુદી, સમાજની રચના જુદી, મન અને શરીરની ગતિ જુદી, વિજ્ઞાનનું કથન જુદું એમ જીવનની ભિન્નભિન્ન શાખાઓની પરસ્પર વિરૂદ્ધતાથી અનાર્ય પ્રજાઓ શક્તિને જે નિરર્થક ક્ષય કરી નાંખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com