________________
આયુર્વેદ · પ
અવંતિપતિ ભાજતે રાજક્ષય રાગ લાગુ પડયે ત્યારે તેને દૂર કરવાની જવાદારી વાગભટ્ટ વૈદ્યને માથે આવી. વાગભટ્ટે અતિ શ્રમપૂર્વક રાસાયણિક ઔષધ તૈયાર કર્યું. તે ઔષધ પીવા માટે પ્રભાતના સમય નિશ્ચિત થયે. રાજા જેવા તે ઔષધ પીવાને તત્પર અન્યા કે વાગભટ્ટે પેાતાના હાથમાં રહેલી ઔષધની શીશી જમીન પર પટકી દીધી. રાજા ચમકીને જોઈ જ રહ્યો. વાગભટ્ટે કહ્યું, “ વ્યાધિ વિના ઔષધ પીવું એ ધાતુને ક્ષીણ કર નારૂં છે; વ્યાધિ હેાય ત્યારે તે લાભના પ્રમાણમાં ઓછી દુનિ કરે છે; પણ ઔષધને પીધા વિના જ વ્યાધિ દૂર કરાય તે પૂર્ણ લાભકર્તા છે.” આષધની અચાનક સુગંધથીજ વાગભટ્ટને ભાજતા ક્ષય દૂર કરવા હતેા અને તેમાં તે સફળ પણ નીવડયેા.
મનુ કહે છે: · ભ્રાંતિ, આળસ ને ઊંધ એ ત્રણના કારણે માત આવે છે. તેમના અભાવમાં મૃત્યુને પણ અટકાવી શકાય. તે ત્રણેનું બળ એધું કરી મેાતને દૂર ધકેલવું એ આયુર્વેદની પ્રણાલિકા છે.'
સુશ્રુત કહે છેઃ “ જેનાથી આયુષ્ય જાય અને વધે તે આયુર્વેદ.”
ચરક કહે છે: “ આયુર્વેદ એ હિત, અતિ, સુખ, દુ:ખ, આયુષ્ય ને એનું પ્રમાણું અને હિતાહિત દર્શાવનારૂં શાસ્ત્ર છે.”
ભામિશ્ર કહે છે: રાગી નિરંગી અને અને નિરાગી સદા તંદુરસ્ત રહે તેવા માર્ગ સૂચવનારૂં શાસ્ત્ર તે આયુર્વેદ”
દંતકથા કહે છે કે– બ્રહ્માએ આયુર્વેદની પ્રથમ રચના કરી. બ્રહ્મા પાસેથી તે જ્ઞાન પ્રજાપતિને મળ્યું. પ્રજાપતિએ તે અશ્વિનીકુમારાને શિખવ્યું. અશ્વિનીકુમારા પાસેથી તે જ્ઞાન ઇન્દ્રે મેળવ્યું. ઋષિએની વિનંતિથી ભારદ્રાજ મુનિ ઈન્દ્ર પાસે ગયા. અને તે જ્ઞાન લઈ આવ્યા. તેના આધારે ઋષિઓએ આયુર્વેદનાં સૂત્રો ધડયાં અને એ સૂત્રોના આધારે અને અનુભવથી તે પછી તે વિષય પર સંખ્યાબંધ ગ્રન્થા લખાયા.’
વિશ્વામિત્ર ઋષિના પુત્ર અને જગતભરના પ્રથમ શવૈદ્ય સુશ્રુત પોતાના વિદ્યાગુરુએની પર પરાના પરિચય કરાવતાં કહે છે—‘ બ્રહ્માએ આઠ [ શલ્ય, શાલાકય, કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કામારભૃત્ય, અગદ, રસાયણ, વાજીકરણ ] વિભાગમાં, એક હજાર અધ્યાય ને એક લાખ શ્લાક પ્રમાણનું આયુર્વેદ રચ્યું. બ્રહ્મા પાસેથી તે જ્ઞાન પ્રજાપતિને મળ્યું. પ્રજાપતિએ તે અશ્વિનીકુમારાને શિખવ્યું. અશ્વિનીકુમારા પાસેથી તે જ્ઞાન ઇન્દ્રે મેળવ્યું. એક સમયે ઈન્દ્રે જોયું કે જગતમાં રાગ વિશેષ પ્રમાણમાં ફાટી નીકળ્યા છે. તે રાગ મટાડવાને તેણે ધન્વન્તરીને જગતમાં જન્મ લેવાની ભલામણ કરી તે તેને સમસ્ત આયુર્વેદ શિખવ્યું. તે પછી ધન્વન્તરીએ કાશીમાં એક ક્ષત્રિયને ધેર જન્મ લીધો. સમય જતાં તે કાશીપતિ બન્યા અને રાજા દિવાદાસ તરીકે જાણીતા થયે. તેણે જગતને રેગમુક્ત બનાવ્યું. વૈદકશાસ્ત્રમાં તે ધન્વન્તરીના નામે એળખાયા. તેણે ‘ ધન્વન્તરી - સંહિતા' લખી છે. પિતા વિશ્વામિત્રની આજ્ઞાથી સુશ્રુત એ ધન્વન્તરીના શિષ્ય બન્યા અને તેના પાસેથી સંપૂર્ણ આયુર્વેદ શીખી તેમણે ‘સુશ્રુત સંહિતા ’ લખી.’
પુરાણાના કથન પ્રમાણે સમુદ્ર-મન્શનમાં અમૃત અને લક્ષ્મીની સાથેાસાય ધન્વન્તરી પશુ મળી આવેલ. મહાન વિક્રમની સભામાંનાં નવ રત્નોમાં વૈદ્યવિદ્યાના રત્નનું નામ પણ
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com