________________
આર્યોનું જીવન શાસ્ત્ર–
આયુર્વેદ
નરસિંહ
આત્મા, મન, શરીર અને સંસાર એ ચાર જીવનનાં મહત્ત્વનાં અંગ છે. પવિત્ર આત્માનું જ્ઞાન અને પ્રભાવથી ઓપતું વિશુદ્ધ મન; સશક્ત, તંદુરસ્ત અને સુંદર શરીર; અને એ ત્રણેને વિકસતાં રાખવાને જરૂરનાં એવાં મંદિરો, વિદ્યાપીઠ, કલા, સંસ્કાર, સાહિત્ય, ઉપભોગ- સામગ્રી, સમૃદ્ધિ, વસ્ત્રાલંકાર, ભજન, ભૂમિ, ગૃહમંદિરે, ઉપવન, કુટુંબ, નગર, રાષ્ટ્ર, વ્યવસ્થા વગેરેને બનેલે સંસાર. જીવનનાં આ ચારે અંગો જ્યારે ખીલેલાં રહે ત્યારે જીવન અહોભાગ્ય બને છે.
આ ચારેમાં વિશેષ મહત્ત્વ જો કે આત્માનું છે પણ આત્માને ઉન્નત રાખવાને મનની પ્રફુલ્લતા અને જ્ઞાન-વિશુદ્ધિ જરૂરી છે; અને મનની પ્રફુલ્લતા માટે શરીરની તંદુરસ્તીને અનિવાર્ય ન લેખીએ તો પણ શરીરની શક્તિ અને તંદુરસ્તી સંસારની શોભા જાળવી શકે છે અને એજ શરીરની તંદુરસ્તી સંસારને સુંદર અને મનને પ્રફુલ્લ રાખવામાં મહત્ત્વનો ફાળો નેંધાવે છે એ હકીકતને ઇન્કાર થઈ શકે તેમ નથી. આમ જીવનમાં શરીરનું સ્થાન પણ આત્મા, મન અને સંસાર જેટલું જ છે, એટલું જ નહિ પરંતુ આત્મા, મન અને સંસારની ઉન્નતિમાં શરીર અગત્યને ફાળો નોંધાવી શકે છે. આ ગણતરીએ જ આર્યપ્રજાએ શરીરને મહત્ત્વ આપ્યું છે અને શારીરિક તંદુરસ્તીની વિદ્યાને આયુર્વેદના પવિત્ર નામે ઓળખાવી છે.
આયુર્વેદને અર્થ વિશાળ છે. શરીર બગડે ત્યારે, અજમાવાતા ઉપાયના સમ પ્રત્યાઘાત કેવા નીવડશે તેની ગણતરી વિના, અમુક ઉપાયો તરત અજમાવી દેતા વર્તમાન વૈદકશાસ્ત્ર અને આયુર્વેદ વચ્ચે ઊંડે તફાવત છે. આયુર્વેદ પ્રથમ આત્મા અને સંસારની ઉન્નતિમાં શરીર બાધક ન થઈ પડે એ રીતે તેને તંદુરસ્ત રહેવાની આજ્ઞા અને ઉપાય આપે છે; એમ છતાં ખલનાથી તંદુરસ્તી જોખમાય તે કૃમિક ધોરણે મૂળ સ્થિતિએ પહોંચવાના તે માર્ગ દર્શાવે છે અને તાત્કાલિક ઇલાજને જરૂરી બનાવતી વિષમ સ્થિતિ માટે તે ઓછામાં ઓછો પ્રત્યાઘાત જન્માવતી દવાઓ કે શસ્ત્રક્રિયા સૂચવે છે. આધુનિક વૈદક હાજરીમાં દવાઓ નાંખીને થાકી ગયું હોય તેમ તે, ઈજેકશન માર્ગ, લેહીનો સીધો સંપર્ક સાધવા માંડયું છે. જ્યારે આયુર્વેદ પ્રથમ ઈન્દ્રિય માર્ગે [ મન-શાંતિ, કર્ણ-સંગીત, નાસિકા સુગંધ ત્વચા-વિલેપન ], અને તે ઉપાય અસરકારક ન સંભવે તો પછી હાજરીમા રોગને એવી રીતે શાંત અને નિર્ભેળ બનાવવા મથે છે કે જેથી મનની શાંતિ, શરીરની તંદુરસ્તી ને શક્તિ અને સંસારની સુંદરતા સાધી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com