________________
ઉપકાર ઉપ૭ છેવટે મણી અને મુકુંદ બંનેને ચીમનભાઈને ત્યાં જમવાનું નેતરું મળ્યું. - જ્યારે જમણ જમ્યા પછી મુકુંદ આરામ-ખુરશીમાં પડ પડયે તાજુ છાપું વાંચી રહ્યો હતો ત્યાં ધીમે પગલે મણું આવી. મુકુંદ છાપું દૂર કરી તેને જોઈ રહ્યો.
મણી કાળી તો હતી જ, પણ તેને મોઢા પરનું તેજ મુકંદને ગમ્યું. - “ઓળખો તે છે ને ?” મણીએ પૂછયું.
મુકુંદે માથું હલાવી હા કહી. પાછી શાંતિ વ્યાપી રહી. “કેમ છે?” ઘણુવારે મણ બોલી. “સારું!” મુકુંદ કંઈ બીજા જ વિચારમાં હોય તેમ બેલો... તમારી સાથે શું હું નહીં જ રહી શકું?” મણીએ શરમાતાં પૂછ્યું.
કેમ એમ પૂછે છે?” –“લેકે એવી વાતો કરે છે.” . “તું માને છે ?” મુકુંદે મણી સામે જોઈ રહેતાં પૂછયું.
“માનતી તે નથી. આવડીક હતી ત્યારથી તમને પૂજતાં શીખી છું. પણ એવી વાત સાંભળી ગભરાઈ તે બહુ જ જઉં છું.” મણ એટલું બોલતાં તો હાંફી રહી. તેનું શરીર પૂજવા લાગ્યું. તે બોલતી હતી ચીમનભાઈનું શીખવ્યું; પણ આ અભિનય નહોતો, અહીં તે હૃદય ઠવાતું હતું. થોડી વારે મણીએ ચક્કર આવતાં હોય તેમ માથે હાથ દીધા. મુકુંદે તેને ઝાલી લેતાં કહ્યું, “ મણી, તું મારી છે, ને મારી જ રહેશે.”
આ એવી વિરલ પળ હતી કે જ્યારે લાંબા વિચારો કરવા ન બેસાય. એક ઊર્મિને ઉછાળે જ આવે વખતે તો બધું નક્કી કરી દે છે. ચીમનભાઈના ધાર્યા મુજબ એવો ઉછાળો આવ્યા, અને તેમનું કામ પાર પડી ગયું.
મુકુંદ મણીનાં લગ્ન થયાં. મુકુંદના પેલા સંબંધીએ તે દિવસે પિતાના મનમાં કહ્યું, “આ ભણેલાઓમાં ય ક્રાંતિને જુસ્સો નથી. એય તદન જુનવાણી જેવા જ ! હવે એ ગામડિયણ સાથે ભવ આખો કૂચે મળ્યા કરશે.”
'પરણ્યા પછી થોડો વખત તો મુકુંદનું સહજીવન સરળતાપૂર્વક ચાલ્યું. મણીમાં જે રૂ૫ની ખોટ હતી તે મણને વિદ્વાન બનાવીને મીટાવી દેવાના મનોરથ મુકુંદ ઘડી રાખ્યા હતા. મણીને પંડિતા બનાવવાના તેના કાડ હતા. પિતે ભલેને પંડિત નહતો ! - પરણ્યા પહેલાં ઘડી રાખેલા મનોરથો પરણ્યા પછી બહુ ઓછા લેકે પાર પાડી શક્યા છે. મુકુંદનું પણ એવું જ થયું.
પહેલાં તે વરઘડિયાંને જમાડવાનું ચાલ્યું. એ જ્યાં પત્યું ત્યાં આણ–પરિયાણની શરૂઆત થઈ. અને એ બધાંથી પરવારી મણી સાસરે આવી ત્યાં તેને જે ખાય તેની ઊલટી થઈ જવા લાગી.
થોડા વખતમાં તો મણના સીમંત પ્રસંગ આવ્યો. સુવાવડ આવી. મુકુંદ દીકરાને બાપ થ. મુકુંદ તો છળી જ ઊડ્યો. મણીને ભણાવીને બાહેશ કરવાની આમાં શક્યતાજ ક્યાં રહી!
મણી પિતાના બાળકમાં પડી અને મુકુંદે પોતાનું મન બીજે વાળ્યું.
મણુને પરણુ મુકુંદે તેના પર ઉપકાર કર્યો, તો એ સ્ત્રીએ તેને બાળકને પિતા બનાવી દીધો. શી કમબખ્તીની વાત ! આવી સ્ત્રી સાથે કેમ જ રહી શકાય ? તેનામાં રૂ૫ તો નહોતું જ, પણ હવે સંસ્કાર પણ કેમ રોપી શકાશે ? આવા આવા વિચાર કરતો મુકંદ મણીમાં ન હતું તે રૂપ જેવા અનેક સ્થળે ઝાવાં નાખ્યા કરતે. દુરાચારી તો તે થાય જ નહીં. એવા થતાં તે તેને તેના સંસ્કાર જ રેકે તેમ હતા. પણ સીનેમા ? એમાં તે કલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com