________________
પદ સુવાસ : માર્ચ ૧૯૪૧
પણ તમે જે આ સંબંધ છોડી દો તે મને અન્યાય થાય જ. મણ જરા શામળ છે, ખરી વાત. પણ એટલા જ કારણસર કોઈ સ્ત્રી પુરુષને છોડી દઈ શકશે ખરી ? તમને યાદ તો છે ને આપણે મણીને ઘેર ગયેલા તે પ્રસંગ? ત્યારથી જ એ છોકરી તમને પતિ માનતાં શીખી છે. આજે હવે આટલાં વર્ષે એ સંબંધ તૂટે તો તેના મનને કેટલો ભયંકર આધાત લાગે ?”
“તો પછી” થોડી આડી વાતો કરી પાછા મૂળ મુદ્દા પર આવતાં ચીમનભાઈએ કહ્યું, “લગ્ન ક્યારે નક્કી કરીશું?”
ખરું કહું, ચીમનભાઈ! લગ્ન બાબત હું નિર્ણય કરી શક્યો નથી. તમારા નિર્ણય મારે શું કામના ?” કહી મુકુંદે વાત કરવાની અનિચ્છા દર્શાવી.
ચતુર ચીમનભાઈ મુકુંદને સમજી ગયા. સાંજે મુકુંદ પિલા સબંધીને ત્યાં ગયે. ચીમનભાઈ સાથે થયેલ વાત બાબત તેમને કહ્યું. “પછી તમે શું કહ્યું?” સંબંધીએ પૂછયું. “મેં એ જાળામાં ગોઠવાઈ જવાની અનિચ્છા દર્શાવી.” ઘણું સરસ કર્યું !” તેમના નિર્ણય મારે શું કામના ?” મુકુંદે ઉત્સાહમાં આવી જઈ કહ્યું.
“ખરી વાત છે. તમારે માટે સારી કન્યાઓને કયાં તૂટો છે ? તમારા વિચાર હોય તે આપણી જ..” કહી એ અટક્યા. - મુકુંદ વિચારમાં પડી ગયો. એ સંબંધીની દીકરી રૂપાળી હતી તે ખરું, પણ તેની આછકલાઈ મુકુંદને ન ગમતી. અને મુકુંદ તો તેને બેન ગણતે. તેની સાથે પરણવાને તો તેને વિચાર જ નહોતો આવ્યો. અને એ વિચાર નહોતો આવ્યો એટલે જ તે તે એ સંબંધી સાથે લગ્ન વિષયક વાતો કરી શકતે ને !
જેમ તેમ ગોટો વાળી તે ઊઠયો. સંબંધી પક્કા હતા. એક ઝપાટે બધું કરી લેવા કરતાં ધીમે ધીમે કામ પાર પાડવામાં એ માનતા.
ચીમનભાઈ ઘણું ચબરાક માણસ હતા, મન પર લીધેલું કામ કર્યો રહે તેવા એ હતા.
“એમાં તમારી જુનવાણું વાત નહીં ચાલે.” મુકુંદને મળી આવ્યા પછી ચીમનભાઈ મણીના પિતાને સમજાવી રહ્યા હતા કે તેમણે મણીને અને મુકુંદને ચીમનભાઈને ત્યાં મળવાની તક આપવી, અને એ પ્રસંગે મણ ચીમનભાઈના કહ્યા મુજબ વર્તે તે પછી વેવિશાળના સંબધને કંઈ આંચ નહીં આવે. મણીના પિતાના જુનવાણી માનસને એવી છૂટ ગમતી ન હતી.
“પણ મને જોયા પછીય તે ના કહી દે તે? તો તે કેવું ખરાબ દેખાય?”
“તમારા કરતાં હું મુકુંદને વધારે સમો છું. મણીને જોયા પછી, સાંભળ્યા પછી તે લગ્ન બાબત આનાકાની નહીં જ કરે.”
એના કરતાં બેય કાગળ લખે તો શું ખોટું છે?”
“તમારે મારી પાસેથી કામ લેવું હશે તે મારી રીતે મને કામ કરવા દેવું પડશે.” ચીમનભાઈએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com